ભારતની ચેતના રામ છે.રામ મંદિર જન્મ સ્થાન, રામ સેતુ,રામાયણ ધારાવાહીક એ બધાયે ભેગા મળી શ્રી રામ ને હૃદયમાં રમતા રાખ્યા છે.આવો શ્રી રામજીને ભાવે ભજીએ.
ભારત ભોમની ચેતના રામ
કૌશલ્યા દશરથ નંદન રામ, પરદુઃખ ભંજક ભ્રાતૃ રામ
અભિમાનીઓના અંતજ રામ, હનુમંત બોલે જય સીતારામ
ઉઠતાં રામ સંવરતાં રામ, જનજન જીવનમાં વસતો રામ
દાતા રામ શાતા રામ, દીન દુઃખીયાંનો બેલી રામ
રાજા રામ વનવાસી રામ, ઋષીઓની શ્રધ્ધા છે રામ
શબરીનો રામ અહલ્યાનો રામ, ધર્મ ધારક પંચવટીનો રામ
ધનુષ્ય બાણે શોભે શ્રી રામ, રામ સેતુએ રામેશ્વર પૂંજે રામ
હૃદયે રાજ કરે શ્રી રામ, રામમય સંસારે રમતો રામ
ઋષી વાલ્મીકિએ જાણ્યો રામ, દૈવી પથે દોરે અયોધ્યા રામ
સુગ્રીવનો રામ જટાયુનો રામ, જીવન મંત્ર વિભીષણનો રામ
જીવન શ્રધ્ધા જીવન સત્ય, ભારત ભોમની ચતના રામ
ભલો રામ ભોળો રામ, અજર અમર પદ દાતા રામ
રમેશ પટેલ ‘આકાશદીપ’
જીવન શ્રધ્ધા જીવન સત્ય ,ભારત ભોમની ચેતના રામ
ભલો રામ ભોળૉ રામ, અજર અમર પદ દાતા રામ
સુંદર અભિવ્યક્તી.રામાયણના રામ ને હૃદય માં રમતા કરી દીધા.આકાશદીપને અભિનંદન
વિતલ પટેલ