પ્રજાસત્તાક દિન પ્રસંગે – ડૉ. જગદીપ નાણાવટી

देख लहरता है तीन रंगा
कोई ना लेना हमसे पंगा

द्वंस करेगा चक्र सुदर्शन
एक जगह जो होगा दंगा

लाल है सरहद पर, दो आंखे
रंग हरा रखता मन चंगा

पंख सफेदीके फेलाएं
आज सभी देशोके संगा

अंत समय आया आतंकी
सत्य समझलो है ये नंगा

HAPPY REPUBLIC
DAY
TO
ALL
MY
READERS
DR.JAGDIP
HINA
_____________________________________

આ દેશનો તિરંગો ભગવો જ કરવો પડશે
સરહદને તોડી ફોડી નક્શો બદલવો પડશે

બાઈબલ, કુરાન, ગીતા, કહેતા નથી કશું, પણ
આ માનવીનો આતમ, સરખો સમજવો પડશે

આગળ ધર્યા’તાં કાયમ બંધુત્વ કર કમળને
જે હાથ કાલ ઝાલ્યો, આજે મરડવો પડશે

નિયતને નામે આંતક, નેતા તમે કરો છો
સમજી જજો સમયસર, રસ્તો પકડવો પડશે

પ્રગટાવી મીણ બત્તી, દેશું સલામી કિંતુ
વળતો જવાબ આપી, ઉત્સવ ઉજવવો પડશે

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on January 27, 2009 at 1:50 pm  Comments (1)  

આકાશ દર્શન – રમેશ પટેલ ‘આકાશદીપ’

આકાશ દર્શન

અમેરિકાના જ્યોર્જીઆ રાજ્યના બ્રુન્સવિક ટાઉનમાં,નાના સુંદર જળાશયોના કિનારે
નિવૃત લોક સમુદાય માટે ગોળ ફરતા રમણીય આવાસો છે.પાછળ કોરીડોરમાં
લોન ઉપર.ખુલ્લા આકાશ નીચે,ફુવારાના રવ અને ઊંચા વૃક્ષોની ઘટાઓ
સાથે સાંજના ચાર વાગે આકાશ મનભરીને ખીલે છે.આ અમી પ્રસાદને
આ કવનમાં ઝીલી માણ્યો છે.

આકાશ દર્શન

રુપ નીતરતું આભ અનેરું,છલકી મનમાં છલકાતું હતું
શ્વેત શ્યામલ ઘટા ઉપહારે, નભ ભૂરું મલકાતું હતું

દૂર ગગનની ધૂપ છાવમાં,લીલા ડુંગર લહેરાતા હતા
પંખ પસારી વ્યોમ પંખીડાં,મસ્ત મસ્તીથી વિહરતાં હતાં

અધ ખૂલ્લા આકાશને સૂરજ, ભૂરા રંગે ભરતો હતો
દિવ્ય ઘૂમ્મટના દર્શન પામી, પૃથ્વીવાસી હરખાતો હતો

પગ હલેશે નીર પટમાં,જળચર પથ પ્રગટાવતા હતા
જળ તરંગો અનંગ સપાટે, સરોવરને લહેરાવતા હતા

ઉડતા આવી પંખી ટોળા, વૃક્ષે કલરવ ભરતા હતા
ભરી છાબ ઉમંગના પુષ્પે,વિધાતા આજ હરખાતા હતા

દોડી આવી નાનો આદી,દાદા દાદાનો બોલ રટતો હતો
ધન્ય એ મંગલ ક્ષણોએ,પ્રભુ પ્રસાદ પ્રગટતો હતો

નયન રમ્ય ચિત્રણ ચીત્તે, કોઈ આવી ચીતરતું હતું
પુનીત પળે મનોહર ઉજાશે,દર્શન સંતોષનું ખીલતું હતું

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on January 8, 2009 at 10:09 pm  Comments (2)  

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

બ્રેઈલ ગામે, શેરીઓમાં ટેરવાં અટવાય છે
સ્પર્શને સરનામુ પુછતાં અર્થનું, ખચકાય છે

હર કોઈ ક્રાંતિની પાછળ સોચ નાની હોય છે
એમ કૂણી કૂંપળોમાં જંગલો વર્તાય છે

આમતો અટ્ટહાસ્ય નામે શહેરમાં વસતો છતાં
સ્મિત માટે મન હજી ક્યારેક આ લલચાય છે

બંદગીનું નામ હું સહેજે લઉં જો મૈકદે
જામ, સાકી ને સુરાહી નામ સૌ લજવાય છે

પાડ માનો પથ્થરોનો, એ દિલે પથ્થર તમે
કેટલા મજનુ અને લૈલા અહીં સચવાય છે

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on January 8, 2009 at 10:04 pm  Leave a Comment  

તૂટેલાં શમણાંના ના જડે સાંધા – દિલીપ ર. પટેલ

તૂટેલાં શમણાંના ના જડે સાંધા

સાંપ્રત સમયમાં હાઉસીંગ બબલ, સબપ્રાઈમ ટ્રબલ ને ધંધા રોજગાર ટેરીબલ હોવાના સમાચાર જગતભરમાં હાહાકાર મચાવી રહ્યાં છે ને જન જીવનને પાયમાલ કરીને સોનલ શમણાંને છીનવી રહ્યાં છે – તોડી રહ્યાં છે, ત્યારે બેઈલ આઉટ, ટેક્ષ રીબેટ ને ક્રેડીટ જેવાં તોતીંગ પ્રયાસો છતાં એ તૂટેલાં શમણાંના સાંધા જડતા નથી ને માંદા પાડવા મથતા મંદીના પ્રવાહો વાંધારૂપે નડતા રહે છે…

ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયા માંદા
તૂટેલાં શમણાંના ના જડે સાંધા એના અમને તો વાંધા

જોબ ક્રેડીટ બેંક રહેઠાણ, ભુંસાતા રે જાતા ઠેકાણા ઠામ
બેઈલ આઉટ થીંગડાનું નામ એતો બળ્યા ઉપરે ડામ
ઝગમગમાં જાગે અંધાર, દિવાસ્વપ્ને શોધીએ રે ચાંદા
મંદીમાંહે ધંધા સપડાયા અંધા થ્યાં મૂડીરોકાણ અડધાં
તૂટેલાં શમણાંના..

સબપ્રાઈમે લૂંટ્યા દોર દમામ, ઈલાજ કરે ત્યાં શું કામ?
ચાદર મુજબ પગ લંબાવવા-કાં ભૂલ્યા એ સુખનું ધામ!
ગમે ના વાર તહેવાર વારંવાર, પગાર પળોમાં રે ટાઢા
પર્વ જો ઉજવીએ તો કેમ રે જીવીએ કરે એ સૌને ગાંડા
તૂટેલાં શમણાનાં..

સૂડી સાટે સોપારીને ખંજર,સીઈઓ સધ્ધર પામે પિંજર
ચેતન નીંદર થ્યાં છૂમંતર, રે બોજસભર મન ને અંતર
મંદી અંદર સપડાયા બંદા ને તનનાં જંતર મંદા માંદા
બેકારી ભથ્થાં ટેક્ષ રીબેટ ને ક્રેડીટ એમાં કેમ વળે કાંદા!
તૂટેલાં શમણાનાં..

નૈયા હૈયા કેરી ડામાડોળ, ગિરવે ક્યાંક મૂક્યા છે લંગર
વિમાન કાર વીમા બેંકરપ્ટ, બેકાર નોકરિયાત તવંગર
મંદીવાદના સાદે મિડિયા ટીવી પેપરના સુકાયા ઘાંટા
જગભરે ફરે મંદી ધરાર ને ક્રેડીટ ક્યાંક રે મારતી આંટા
તૂટેલાં શમણાંના..

ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયાં માંદા
તૂટેલાં શમણાંના ના જડે સાંધા એના અમને તો વાંધા

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલીફોર્નિયા

રવ – ડૉ. રાજેન્દ્ર ત્રિવેદી

રવ

કલરવ કરતો રવ પંખીનો,
આવ્યો હિમાળે થી આજ.
શાંત સરોવરમાં બેઠેલા,
મનને કરતો આજ અશાંત.

પુછતો મુજને આજ પરોઢે,
નિકટ કર્ણની આવી પાસ.
શાને તું આ નાદબ્ર્હમાં,
ડુબકા ખાવા માંડ્યો આજ.

શાન્તાશાન્ત ના ભેદ સમજવા,
મનને રવ કરતો રણકાર.
રઘુપતી રાઘવ રાજા રામ,
પતીત પાવન સિતારામ.

નાદબ્ર્હમના રવની સાથે,
રાજ તું કરવા માંગે આજ.
રટને રઘુપતી રાજારામ
એજ જરુરી નિશદિન કામ.

રાજેન્દ્ર ત્રિવેદી


TULSIDAL
rmtrivedi@comcast.net
dhavalrajgeera

Published in: on January 1, 2009 at 2:39 pm  Comments (2)  

નૂતન વરસ – રમેશ પટેલ ‘આકાશદીપ’

નૂતન વર્ષ 2009ના શુભારંભે સહુને શાંતિ, સમૃધ્ધિ ને જીવન સાફલ્ય માટે કવિલોક અને એના કવિમિત્રો તરફથી શુભેચ્છાઓ.
નૂતન વરસ

યુગના સમંદરની લહેરોમાં ,ગર્ત થાશે ગત વરસ
આવકારશું શુભ સવારે,નૂતન વરસને જાણી સરસ

ભરી પાછો ઉમંગ ઉરે, છીપાવશું જીવનની તરસ
મંગલ હજો ઉન્નતી પથે એ ભાવનાને દેજો વરદ

ઢળી સંધ્યા ,વિદાઈ લઈ રહ્યું વરસ, છોડી ભીંનીભીંની યાદ
ઢંઢોળી ચેતનાને,પૂરક બની પથરાવા, આવો દઈએ સાથ

સમયના ચક્રે ઘૂમતા બ્રહ્માંડે, ધરીએ સૌ એક ખેવના
વસુધાના વૈભવને માણવા,દેજો સદબુધ્ધી એ અભ્યર્થના

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on January 1, 2009 at 2:28 pm  Comments (1)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers