પ્રેમની રે વાત – રમેશ પટેલ ‘આકાશદીપ’

પ્રેમની રે વાત

આજ પ્રેમ તને પૂછું,
કે કેવા તારા રુપ રંગ
તો કહે જા પૂછ ફૂલને,
કેમ મ્હેંકે લઈ ઉમંગ

પ્રેમ તું તો આતમનું નૂર
જાણવા મારે તારા સરનામાને પંથ
સાંભળ તું બંસરીના નાદ,
બતાવશે તને રાધાને ગોકુળનો નંદ

આવો માંડીએ પ્રેમની રે વાત
પ્રેમ એ તો ઉગતું પ્રભાત
ભીંજે તો ઝરમર વરસાદ
તરસે તો છોડે મરજાદ

સ્નેહ એ તો તપતું કુંદન
પીસાયે તો મ્હેંકતું ચંદન
ઉડે પ્રેમ પંખી ગગન
ના ગમે કોઈનું બંધન

પ્રેમ ઝૂરે તો અંધારી રાત
પ્રેમ ઝૂમે તો સાગરની જાત
ચાંદ ચમકેને સાગર રેલાય
પ્રેમ કદી પીંજરે ના પૂરાય

પ્રેમ તું તો વહાલો વંટોળ
જગ જાણે તારા રે મોલ
ચાહ એ તો જીવનની આશ
છીપે ના છીપાયે એવી પ્યાસ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on February 24, 2009 at 11:12 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2009/02/24/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%ae%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%86/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. પ્રેમ શબ્દ જ અદભૂત છે. પ્રેમ એ આતમનું નૂર, પંક્તિ

    પ્રયોજી આકાશદીપે આજ સુંધી સાંભળેલી કે ગાયેલી વાતથી પણ વધુ પરિચય

    પ્રેમનો આપીદીધો.

    સુંદર કાવ્ય.મજાની વાત મનભરી દે તેવી.

    ચીરાગ પટેલ

  2. ઉડે પ્રેમ પંખી ગગન
    ના ગમે કોઈનું બંધન
    Rameshbhai…Nice ! Enjoyed reading it.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers