હનુમાનજીનું હાલરડું – રમેશ પટેલ ‘આકાશદીપ’

રાષ્ટીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ’શીવાજીનું હાલરડૂં’ ના પરથી પ્રેરણા લઈ દાદા હનુમાનજીનું હાલરડું ની મજા માણીએ.

અંજની જાયો

પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર
જડે નહીં જગતે જોટો , અવનીયે અવતરીયો મોટો
કેસરી નંદનને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું
ભાગ્યવંત મા ભારતની ભૂમિ,પવનદેવે દીધું લાખેણું નઝરાણું

માત થાશે ,તારો લાલ બડભાગી, દેવાધી દેવની દેવ પ્રસાદી
ધર્મપથી, શક્તિ ભક્તિની મૂર્તિ, પરમેશ્વરની બાંધશે પ્રીતિ

શ્રેય કરી જગ ભય હરશે, ધર્મ પથે ધર્મ યુધ્ધ ખેલશે
જગ કલ્યાણે જગદીશ રીઝવશે,રામ ભક્તિથી ભવ સાગર તરશે

ભવ કલ્યાણી અંજની નીરખે, હરખે ઉર આનંદે મલકે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

પોઢંતો પ્રતાપી, વજ્રની શક્તિ,મુખની લાલી ને આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે, ચારે યુગનો થાશે કલ્યાણી

ભક્ત ભગવાનનાં મિલન થાશે,ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર કેસરી ગર્જના કરશે , દશે દિશાઓ હાંકથી કંપશે

દેવી કલ્યાણી અંજની નીરખે, અમીરસ અંતરે ભાવે ઉછળે
કેસરી નંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

લાલ તારો લાંધશે જલધિ, પવનવેગી ગગન ગામી ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી

પનોતી પાસ ન ઢૂંકવા દેશે, રામ ભક્તિથી અમર થાશે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on March 21, 2009 at 2:31 pm  Comments (3)  

બે ગઝલ – ડૉ જગદીપ નાણાવટી

ચૈન અમનમાં જાત ઝબોળી
ખેલ પછી મનવા તું હોળી

પ્રેમ તણી પિચકારી લઈ લે
ફેંક, છરા, બંદુક ને ગોળી

આજ ભુલીને ટોળા દંગા
યાદ કરો બચપણની ટોળી

જામ નવેસરથી ભરવાને
ચાલ અમે નફરતને ઢોળી

રંગ દુ:ચારી ખૂબ લગાવ્યા
કાઢ હવે પીંછી તું ધોળી

કુંભ કરણને કોઈ જગાડો
આંખ અહંકારીની ચોળી

ગેર સમજની વિંધ માછલી
બેય ધરમના પલડે તોળી

જ્યોત જગાવીને સમજણની
સત્ય સનાતનને લે ખોળી

માંગ અમારી એકજ યારો
સ્નેહ થકી છલકાવો ઝોળી

—————————————————–
મંદી

હવે શ્વાસ લેવોયે ભારે પડે છે
કહે છે કે મંદી અહીં પણ નડે છે

વિમાસણમાં મુકીને જનતાને, કેવી
ન ધાર્યું હો એવી તકો સાંપડે છે

બદીઓનુ વટવૃક્ષ ફાલી રહ્યું છે
છતાં મૂળ ક્યાં કોઈ એના જડે છે

અમીરોની રોટી, ડબલ કરવા માણસ
પસીનો ડબલ રોટીએ ચોપડે છે

રખે માનતો, કે તેં સૌને ઘડ્યા છે
સતત જાત સંજોગને ચાકડે છે

ડૉ જગદીપ નાણાવટી

Published in: on March 21, 2009 at 2:23 pm  Comments (1)  

ફાગણનો મલકાટ – રમેશ પટેલ ‘આકાશદીપ’

ફાગણનો મલકાટ

ફાગણ વ્હેંચે ફોરમ ડાળડાળ
આતો કેવા વસંતના રે વ્હાલ

હોઠ મલકે ને નયનો નખરાળ
મન મેળામાં મલક્યો મલકાટ

નથી હોળી છે દિલડાની આગ
ફૂલડે વધાવીએ પૂનમીઓ ફાગ

છે રંગીલી હોળી ઉડાડતી ગુલાલ
આવો રમીએ થઈ રાધાના કાન

કેસૂડો વધાવે હરખ વનવાટ
અંગઅંગ મલકે રતુંબલ ઉપહાર

છે ખોળો કુદરતનો ફાગી ખુશહાલ
આ છે મીલનના મસ્ત વાસંતી વ્હાલ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on March 21, 2009 at 2:18 pm  Comments (2)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers