માવલડી – રમેશ પટેલ ‘આકાશદીપ’

માવલડી

તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવે જી રે

બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળે જી રે

માનો તે ખોળો પ્રેમનું પારણું
સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે

જનનીનું હૈયું ધરણીનું ભરણું
નિત નિત વ્હાલે વધાવે જી રે

અમી વાદલડી વરસે નયનોથી
જીવનમાં તૃપ્તિ સીંચે જી રે

તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
દિઠું ઋણી જગ સારું જી રે

મા ને ખોળે ઝૂલ્યા જાદવજી
વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે

પૂજું મા તને ચરણ પખાળી
તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on May 11, 2009 at 12:29 pm Comments (2)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2009/05/11/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b5%e0%aa%b2%e0%aa%a1%e0%ab%80-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%86%e0%aa%95%e0%aa%be%e0%aa%b6%e0%aa%a6%e0%ab%80%e0%aa%aa/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. મા અને બાળપણ જાણે જીંદગીનું ઉત્તમ નજરાણું.

    કવિએ મનભરી ઝૂલાવ્યું.

    સરસ કાવ્ય, કવિલોકને અને કવિશ્રીને ધન્યવાદ.

    ચીરાગ પટેલ

  2. rameshbhai bahu sarash kavita lakhi che


Leave a Comment