વ્યવહાર છે – રમેશ પટેલ ‘આકાશદીપ’

વ્યવહાર છે

રમાડો જો તલવાર તો સદા ઘાવ છે
તણખતા વેરઝેરના એ વ્યવહાર છે

શાખાએ જો ખીલે પુષ્પ તો મહા પ્યાર છે
મહેંકતી મધુરપના એ વ્યવહાર છે

ચાંદ છે તો ચાંદનીના સરપાવ છે
કેવા શીતળ પ્રકૃતિના આ વ્યવહાર છે

મેઘ છે તો સદા ભીંના ઉપહાર છે
મા ધરતીના કેવા લીલુડા વ્યવહાર છે

છે અષાઢી પૂનમ ને પુનિત ગુરુ ચરણ
પરખ પ્રભુની એ આતમનો વ્યવહાર છે

કરુણા ભર્યા જો ભાવ માનવ ઉર છે
‘આકાશદીપ’ એજ તીર્થંકરના વ્યવહાર છે

રમેશ પટેલ ‘આકાશદીપ’

Published in: on August 25, 2009 at 11:05 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2009/08/25/%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%b5%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%86%e0%aa%95%e0%aa%be%e0%aa%b6/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. છે અષાઢી પૂનમ ને પુનિત ગુરુ ચરણ
    પરખ પ્રભુની એ આતમનો વ્યવહાર છે

    કરુણા ભર્યા જો ભાવ માનવ ઉર છે
    ‘આકાશદીપ’ એજ તીર્થંકરના વ્યવહાર છે

    રમેશ પટેલ ‘આકાશદીપ’

    સુંદર અને સંસ્કારી વિચાર વૈભવથી

    દિપતી કૃતિઓ મનમાં વસી જાય છે.

    અભિનંદન.

    વિતલ પટેલ

  2. ચાંદ છે તો ચાંદનીના સરપાવ છે
    કેવા શીતળ પ્રકૃતિના આ વ્યવહાર છે

    Excellent.

    Sweta Patel

  3. રમેશભાઈ, ખૂબ જ ઓછા શબ્દોમાં આપે વ્યવહાર અંગે સરસ કૃતિ આપી છે. મને આપની આ કૃતિ ખૂબ જ ગમી છે.

    – પ્રેમ

  4. Nature, guru and behavior of mankind
    Really covered life philosofy closely.

    Very nice and useful.
    Thanks for sharing

    Paresh Patel

  5. મેઘ છે તો સદા ભીંના ઉપહાર છે
    મા ધરતીના કેવા લીલુડા વ્યવહાર છે

    nice one sir……..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers