માવા મૂશળધાર વરસો
મારા ચિત્તમાંહી વરસોની વણપૂરી તરસી હરિલોલુપ લાંઘણ
માવા મૂશળધાર વરસો લઈ મૂર્તિ મોતી શા માખણ શ્રાવણ
હર પરોઢ ભર બપ્પોર ઘોર અમાસી નજરું ભટકે ખોઈ ખોઈ
આંખ્યુંના કુંડાળે આસોપાલવ કોર્યાં- કોરીકડાક એ રોઈ રોઈ
ભવોભવના સનેહી બસ તમે સાજન
વૈશાખી છાંયડે સજી વાસંતી વાઘા કરજો કૂણાં કૂણાં કામણ
માવા મૂશળધાર વરસો..
માયામહેલે ચણી મોહ માહોલ મમત મોલ ના સૂક્કાં પીવાં
ભોગવાદ બાળી ઝાંઝવા ઝાંખ ટાળી દિવ્યતાના દર્શવા દીવા
અમીરસ કાજ પ્રભુપિયાસી હું પાગલ
લીલા લહેરે ઝબોળી લાલ કરજો પાલન ચોરાશી ફેરા પાવન
માવા મૂશળધાર વરસો..
રાહબર વિણ વનડે રાગ રાવણ ચાહભર હરણાંદોડ શું ભાગું?
જીવતર વગડે ફાગણ ફાલ ફૂલદોલ શા ફગવા હરજી હું માગું
ભગવા મુરલીરસે રંગાઈ ચૂમું રાજન
ભગમાંહી ભાળી ભક્તિભાવની ભરતી દિલ અલમસ્ત ગાવન
માવા મૂશળધાર વરસો..
દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા
રાહબર વિણ વનડે રાગ રાવણ ચાહભર હરણાંદોડ શું ભાગું?
જીવતર વગડે ફાગણ ફાલ ફૂલદોલ શા ફગવા હરજી હું માગું
ભગવા મુરલીરસે રંગાઈ ચૂમું રાજન
ભગમાંહી ભાળી ભક્તિભાવની ભરતી દિલ અલમસ્ત ગાવન
માવા મૂશળધાર વરસો..
ભાવને અંતરથી વહાવી પ્રભુ સાથે તન્મયતાની પરખ કરતું આપનું કવન છે.
શુભ દીપાવલી
રમેશ પટેલ(આકાશદીપ)