શુભ દિવાળી અને નૂતન વર્ષના અભિનંદન

કવિલોક તરફથી આપ સૌને શુભ દિવાળી અને નવા વર્ષના અભિનંદન. શુભેચ્છાઓ સહ..

ટળવળી અવિરત આંખ જે
અજ્ઞાત અંધારે પ્રભા કાજે
એ મહીં,
જ્ઞાન ધ્યાન પ્રકાશ ઝળહળે
ને દીપ દીપાવલીને આંજે.
… હો ચેતનમયી અમાસની નિશા!

ચળવળી અહર્નિશ પાંખ જે
વિરાટ વ્યોમે શાતા કાજે
રે તહીં,
શીત પ્રીત સમીર ફરફરે
ને આશ આસમાનને આંબે.
… હો દર્શનમયી નિત નવી દિશા!

દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા

Published in:  on October 16, 2009 at 10:46 pm Comments (1)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2009/10/16/%e0%aa%b6%e0%ab%81%e0%aa%ad-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b3%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%ab%82%e0%aa%a4%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a8/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. Dilipbhai….Late to your Blog…Hope you had a HAPPY DIWALI…& now BEST WISHES for the New Year….
    Not seen on Chandrapukar….Inviting YOU …See you there !
    DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com


Leave a Comment