આવો હરિ! – દિલીપ ર. પટેલ

આવો હરિ!

આવો હરિ! ઝાલર શો દિલનો દરબાર
ને દેવા આવકાર રણઝણ ધબકીએ
રગ રગમાં તુરગની વણથંભી વણઝાર
રે ઉર ઉંબરે અમી ઉભરે છલકીએ

અંધાર શા પિંડ ઓવારે ના પીડે હુંકાર
દિલ દરિયે ભગવી ભરતી રે વિસ્તરે
ચેતના તો ઝગમગનો ઝંખતી ઝબકાર
ચાંદ થૈ રહો કે ઓટ અમાસી વિસરે

લોક ભોગ ભુલી જમાવી મંદિર માહોલ
તજી દિલડાના ડાઘ શ્રીપદે ઢળકીએ
ઝાલરમહીં પડઘાય ભક્તિભાવના બોલ
પધારો પુનીત પ્રીતના ઢોલ ઢમકીએ

રજ તમ સત્વ શા મમત મદના જે રાગ
મેલ્યા રાજ રેલાવી નિર્ગુણની તર્જો
માયા મહેલે હરિ હેત હેલે વિલસે વિરાગ
મન દિલ સંગીત સહજાનંદી ભરજો

દો મૂર્તિ શા મોતી ટાળી ભવની ઉપાધિ
કે મરજીવા રે અમે મઝધારે લટકીએ
ક્ષરની અક્ષરમાં સાધી લયલીન સમાધિ
લખચોરાશી હરિ ન કદી ફરી ભટકીએ

દિલીપ ર. પટેલ
ડિસેમ્બર 27, 2008

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2009/10/31/%e0%aa%86%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%bf-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%80%e0%aa%aa-%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. રજ તમ સત્વ શા મમત મદના જે રાગ
    મેલ્યા રાજ રેલાવી નિર્ગુણની તર્જો
    માયા મહેલે હરિ હેત હેલે વિલસે વિરાગ
    મન દિલ સંગીત સહજાનંદી ભરજો

    something having emotional pray.
    khuba ja saras

    Vital Patel

  2. vaaah ! aakho blog joyo, maja aavi ! jane Dariyane rubaru malya hoy evo umalko thayo….


Leave a Comment