એક કવન..તને ચરોતર… – રમેશચન્દ્ર પટેલ ‘આકાશદીપ’

એક કવન..તને ચરોતર…

ધન્ય હો ! ખમીરવંતા પુણ્ય પ્રદેશ ચરોતર
સેવા કાર્યનો સદાયે કરતા સવાયો ગુણોત્તર
સ્વપ્ન દ્રષ્ટા ને સાહસે ચારુ રત્નો સદા ચમકતા
શ્વેત ક્રાંતિને કલ્યાણ પથે તમે ઝબકતા દીવડા

યશવંતા ઓ ચારુ રત્નો; માન છે,
સાહસને સથવારે માપો ધરતી ગગન
પુરુષાર્થી સાગર દિલ જગવો નસીબ,
ને દાનવીર થઈ સીંચો ચારુ વતન

છે ચરોતરની ધરા જાણે સોના ઉર્વરા,
ને મહિસાગર વાત્રકનાં નીર રસે સીંચે
મેશ્વો ,ખારી,મહોર, સાબર ને વરાંસી
સંગ શેઢીએ આ રળિયાળી મા ધરા ખીલે

ઝીલે શ્રી સંતરામ ને શ્રી કૈવલ કૃપા,
જૈન દર્શને ઊંચે ઊઠી,જય રણછોડ વદે
ચરોતરનો ચારુ ના કોઈ એકનો,
પુણ્યવંતો વિશ્વજાતિ થઈ જગે વિચરે

જ્યાં ચરણ ચારુ રત્નોનાં પડે,
અરે મહાસાગર પણ માર્ગો ચીંધે
પૂનમની ચાંદની બની ખીલે આભે,
એને કોણ સીમાડે રોકી શકે?

કેવી શ્વેત ક્રાન્તિ કીધી,ઓ ત્રિભુવન
ભારતમાં આજ દૂધની ગંગા વહે
વિધ્યાનગરથી વિશ્વ ફલકે યશકર્મી
ફૂલની ફોરમ બની વતને અમી પૂરે

અતિથિ આવકારતી સંસ્કાર મૂર્તિ
ચરોતરની દીકરી સદા અગ્રે રમે
જયશ્રી સ્વાંમીનારાયણ ચરોતરી ગુર્જરી
જીવન મંગલે દધિચી ઋષિ દીસે

ચરોતરના ચારુ ચંદ્ર સમ નાયકો,
ઉચ્ચ આર્દશોના ધરી ગયા પરમ ઉજાશ
વીર વલ્લભ વિઠ્ઠલને પગલે,
ભાઈ ભીખા ને એચ એમ રચી ગયા ઈતિહાસ

રમેશચંદ્ર પટેલ ‘આકાશદીપ’

Published in:  on October 31, 2009 at 1:05 pm Comments (2)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2009/10/31/%e0%aa%8f%e0%aa%95-%e0%aa%95%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%a4%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a4%e0%aa%b0%e2%80%a6-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6%e0%aa%9a%e0%aa%a8%e0%ab%8d/trackback/

RSS feed for comments on this post.

2 Comments Leave a comment.

  1. જ્યાં ચરણ ચારુ રત્નોનાં પડે,
    અરે મહાસાગર પણ માર્ગો ચીંધે
    પૂનમની ચાંદની બની ખીલે આભે,
    એને કોણ સીમાડે રોકી શકે?

    કેવી શ્વેત ક્રાન્તિ કીધી,ઓ ત્રિભુવન
    ભારતમાં આજ દૂધની ગંગા વહે
    વિધ્યાનગરથી વિશ્વ ફલકે યશકર્મી
    ફૂલની ફોરમ બની વતને અમી પૂરે

    vaah Rameshbhai.
    Excellent.

    Chirag Patel

  2. ચરોતરનો ચારુ ના કોઈ એકનો,
    પુણ્યવંતો વિશ્વજાતિ થઈ જગે વિચરે

    A poem nearer to heart.

    Vital Patel


Leave a Comment