ઘર – Himanshu Patel

ઘર

આ તાળા પાછળથી
હમણા જ પહોળૂ કર્યું છે,
પરિવર્તનશીલ ઘર.
એનો બળેલો થથેડો,
એનો ગ્યુએરનિકા અરિસો,
ગેલેરીમાં લટકી નોંધાયેલી અનુઆધુનિકતા,
હમણા જ થયા હતાં સ્નેપશાટ ફેરફાર,
બદલાયું અકથિત.

તાળા પાછળથી ઉઘડી હતી
મૌલિક વિડીયો ગેમ,
જ્યાં હવે લોહીને કોઈ ધસારો ન હતો.

[ નોંધ,આવી રીતે અથાયો છૂં પાઉલ સેલાનથી.]
૧૨-૦૭-૨૦૦૯

-Himanshu Patel

Himanshu Patel’s 2 blogs are
1) http://himanshupatel555.wordpress.com (original poems)
2) http://himashu52.wordpress.com ( translations from all over the world)

Published in: on December 28, 2009 at 10:38 pm  Comments (2)  

સફેદ આકાશ, સફેદ સ્નો ની ચાદર – રાજેન્દ્ર ત્રિવેદી

સફેદ આકાશ, સફેદ સ્નો ની ચાદર – રાજેન્દ્ર ત્રિવેદી

સફેદ આકાશ,
સફેદ સ્નો ની ચાદર ચારે કોર.
સુર્ય પણ ના દેખાય.
આખ ખોલી ને નજરુ જુવે.
ટળ્યા અજ્ઞાન અધકાર.
વહેલી પરોઢે.
દેખાયો ઉજાશ ધરા પર.
મન બોલ્યુ,
ટળ્યા અજ્ઞાન અધકાર.
વહેલી પરોઢે ઘર બહાર.
દ્વારમાથી ઘુસી આવ્યો એ પ્રકાશ.
લાવ્યો ઉજાશ ભિતર.
બન્ધ આખે.
દોડી નિહાળુ ચો તરફ,
નભમહી ઉડતો સફેદી સ્નો.
ધસીઆવતો,
ધરા પર સરકતો
ચાદર ઓઢાડે શાતીની જીવને,
ધરાને,ઘરોને ગાડીઓને માર્ગ મા,
ઝાડ ને વનની વનરાઈઓને,
રોજની એ ભાગદોડને,
રજા આપતી ઠારતી ક્ષણ વાર.
શિયાળાની શરુઆતને.,
સૌ જીવો પણ ઠરતા ઘરમા ને ઘર બાર.

રાજેન્દ્ર ત્રિવેદી

http://www.bpaindia.org

Published in: on December 28, 2009 at 10:34 pm  Leave a Comment  

પ્રણવ તુ મુજ મન્ત્ર મારો… – રાજેન્દ્ર ત્રિવેદી

પ્રણવ તુ મુજ મન્ત્ર મારો… – રાજેન્દ્ર ત્રિવેદી

શિવ તુ મુજનો કર ઝાલી જીવાડતો સસાર રે.
જીવ તુ સાથે સ્વાસ બનીને નમતો શ્રી ઓમકારને.

નિશદિન તારા જાપ જપીને કરતો સારા કામ રે..
શિવ તુ સાથે કર ઝાલીને તરાવતો સસાર રે..

સમયસાથ લઉ સ્વાસ છતાએ મારો સરકે કાળ રે.
શિવ તુ સાથે કર ઝાલીને જીવાડતો સસાર રે,

મન મારીને કહેતો પ્રણવ જપ ને તુ ઓમકારને,
શિવની સાથે શક્તિ નાચે ન્રુત્ય કરે નટરાજ રે.

પ્રણવ બનીને પ્રાણ મારો, સ્વાસ મારો સાથ રે,
જપતો નિશદિન રાજ પ્રભુને પુરણ કરવા કાજ રે.

સદાશિવ તુ પ્યાર મારો, રટુ તુજને દિનરાત રે.
શિવ તુ સાથે કર ઝાલીને જીવાડતો સસાર રે.

સદાકાળ ઓમકારેશ્વર રાખુ ર્હુદિયા માય રે,
જીવ સાથે શિવ નાચે શક્તિ આદી શક્તિ ઓમકાર રે.

ઓમકારના જાપ જપતો જીવુ જીવન કાળને,
કાળરાત્રિ ને નાશ કરી ઓમકાર તણાના ગાનને.

મ્રુત્યુ ની પળ પળ ને જીવતા રટતો રહુ ઓમકારને.
પ્રણવ બનીને પ્રાણ મારો, સ્વાસ મારો સાથ રે,

તારા સુરના ગુણલા ગાતો, તુજ મન્ત્રના નામને.
પ્રણવ તુ મુજ મન્ત્ર મારો, નિશદિન તારો સાથ રે.

તારા સુરના ગુણલા ગાતો, તુજ મન્ત્રના નામને.
પ્રણવ તુ મુજ મન્ત્ર મારો, પ્રાણ મારો સાથ રે.

તુજ મન્ત્રના ગુણલા ગાતો , પ્રાણ મારો સાથ રે.
સદાશિવ તુ પ્રાણ મારો રટુ તુજને દિનરાત રે..

રાજેન્દ્ર ત્રિવેદી

Published in: on December 28, 2009 at 10:27 pm  Leave a Comment  

માનુષી માઉસ – દિલીપ ર. પટેલ (Dilip R Patel)

માનુષી માઉસ

કેવું સુપર કમ્પ્યુટર જાણે જગ શું સુંદર આયુષી હાઉસ
પ્રભો પ્રો પ્રોગ્રામર આઉચ કરતો અંદર માનુષી માઉસ

રવિશશીનો પકડદાવ કોટિકલ્પે નવ કોઈ થાયે આઉટ
લખચોરાશીમહીં ચકરાવા મારી પડતો માનુષી માઉસ

વર્લ્ડ વાઈડ વેબ શી વિશાળ વળી દિવ્ય દીધી દ્રષ્ટિ
વંશવેલામાં મોહાંધ ગાંડોઘેલો ફરતો માનુષી માઉસ

ભૂતળ ન થાયે ઓવરહીટ માંહી છો દાવાનળની હસ્તિ
વાસના જળમાં આસુરી દવથી બળતો માનુષી માઉસ

સાગર ધારે સઘળુ સલિલ આવે ભલે ઓટ કે ભરતી
દુ:ખમાં ડાઉન સુખે ઓવરલોડ થતો માનુષી માઉસ

પંચમહાભૂતના આવેગ આક્રોશે સંતુલિત રહેતી સૃષ્ટિ
વિચાર શા બાઈટથી હાર્ટ ફેઈલ જતો માનુષી માઉસ

અખિલ આંગણે અનંતને ઓજસવાની પરમ કેરી વૃત્તિ
ન અહંશૂન્ય ને શૂન્ય એકનો મુનિમ થતો માનુષી માઉસ

વોલપેપર વસુંધરાએ વન સમંદર પર્વત કેરી ગૂંથણી
સ્વાર્થ નેપ્થયે મન વિંડો શટડાઉન કરતો માનુષી માઉસ

આયખુ આખું આનંદ અર્પવા બક્ષી છે મહામૂલી પૃથ્વી
મામૂલી પરપંચાતી દોટમહીં ડૉટ થતો માનુષી માઉસ

આભ છત્ર અવનિ શૈયા એક પરિવાર વસુધાની વસ્તી
હાઉસ નામે ટુકડા કાજે મ્યાઉં થૈ ફરતો માનુષી માઉસ

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નિયા

છૂટી તરસ, ને મૃગજળી આભાસ પણ ગયો – ગુરુદત્ત ઠક્કર

છૂટી તરસ, ને મૃગજળી આભાસ પણ ગયો,
રણ સમો કોરાપણાં નો ભાસ પણ ગયો!

આયનો તૂટ્યો, ને જાણે શું ગજબ થયો,
‘હું’પણાં નો રોજીંદો અહેસાસ પણ ગયો!

ઓઝલ થયાં ઉજાસ,ને કલરવ શમી ગયો,
ફૂલોને હવે સૂર્યનો વિશ્વાસ પણ ગયો!

જીંદગી બનતી રહી જાણે કેવી નઝમ!
કાફીયા બેઠો નહિ, ને પ્રાસ પણ ગયો!

થાક્યાં જ્યહી આ હાથ શુનચોકડી રમી,
ધડકનો વિરમી, ને પછી શ્વાસ પણ ગયો!

-ગુરુદત્ત ઠક્કર

Published in: on December 14, 2009 at 10:29 pm  Leave a Comment  

તે પછી: – નવનીત ઠક્કર (Navneet Thakkar)

(દુબઈની સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને)

તે પછી:

સરકતી રેત પર બાંધી ઇમારત, તે પછી,
પડી મૃગજળ પીવાની રોજ આદત,તે પછી.

બધાયે ભોગને તત્પર કર્યા તલસાટમાં,
ખુદાની પણ કરી ખાલી ઇબાદત, તે પછી.

મઝામય જામના અંજામની પરવા વિના,
નિચોવી સાવ નમણી મહીં નજાકત, તે પછી.

તકાદો તોરભૂખ્યો ને વળી તકદીર થઈ તરસી,
રહે સુખો બધાં ક્યાંથી સલામત, તે પછી.

અફીણી દોડને પણ હાંફ ચડતો જોઈને,
રહ્યો ના ફીણનો પારો સલામત, તે પછી.

શીતળતાને સતાવે છે ડૂમો દુ:સ્વપ્નનો,
ઉડાવે ઊંઘ પણ અશ્રૂની જ્યાફત, તે પછી.

થયો ખાલી ખજાનો કે પછી પોકળ હતો પાનો,
સફાળી ધ્રુજવા માંડી શરાફત , તે પછી.

ગુનાઓ ગાંસડી બાંધી ઊભા છે રાહ જોતા,
જુઓને હાંફળી થઇ છે કયામત, તે પછી.

ચલો ગુલશન મહી આળોટીએ ભ્રમણાં બની,
થઈ ગઈ એષણાને પણ અદાવત, તે પછી.

કસમ કોની લઈશું સત્ય કહેવા-સૂણવા કાજે,
અદા અદ્દલ બતાવે ત્યાં અદાલત, તે પછી.

લીધું જ્યાં નામ પરવરનું અદા કરવા નમાજોને,
તરત સમજાઈ ગઈ આખીયે બાબત, તે પછી.

-નવનીત ઠક્કર

Published in: on December 14, 2009 at 10:25 pm  Leave a Comment  

કૃષ્ણને – vandana shantuindu

કૃષ્ણને

તું ભૂલ્યો તો નથીને
યુગે યુગે સંભવામી વાળું તારું વચન ,
કે પછી એ
સ્લીપ ઓફ ટંગ હતી ?
જો એવું ન હોય તો આવીજા
હજુયે મોકો છે ,પછી તો ……
કુખોનો પડવાનો છે દુકાળ
કેમકે ,
હવેતો દેવકી-યશોદાને
ગર્ભમાં જ ફાંસી દેવાય છે ને …
સીતા -રાધા-કુંતીને
દહેજ ના દવમાં હોમાય છે.
કહું છું આવીજા ……
હજું પણ કઈ કેટલા
દેવકી-વસુદેવો તારા માટે
કારાગારે રહેવા તૈયાર છે .
આવીજા ….
પછી કહેતો નહીં કે કીધું નહીં ….
કે પછી કોઈ વૈજ્ઞાનિકની લેબોરેટરી માં
જનમવાનો વિચાર છે? ???????????

- Vandana Shantuindu

Published in: on December 9, 2009 at 10:27 pm  Leave a Comment  

“ત્રિપથગા” વિમોચન

“ત્રિપથગા” વિમોચન

What a beautiful bath in TRIPATHAGA on RIVERSIDE to cherish its treasure
A sweet meet with RAMESH SURESH CHANDRA was indeed a great pleasure

Thank you Rameshbhai (and FAMILY) for inviting in a memorable unique event of TRIPATHAGA book VIMOCHAN VIDHI and uniting blogger friends on THANKS-GIVING WEEKEND.

Unfortunately my GUJARATI FONTS do not work. So bear my ENGLISH.

Please read what these Three blogger friends have to say about the TRIPATHAGA VIMOCHAN event in their unique way.

ત્રિપથગા’ કાવ્ય સંગ્રહમાંથી શ્રીમતી પ્રતિમાબેન અને પુષ્પાબેન રાવલની જુગલબંધીએ, સાહિત્ય રસિક શ્રોતાજનોનો મનભાવન પ્રતિસાદ ઝીલતાં, આ ભાવ છલકતી રચના રજૂ કરી.પુષ્પાબેનના મધુર કંઠે ગીતને આપેલા લયથી,શ્રી સુરેશભાઈએ કહ્યું તેમ સૌને વહેતા કરી દીધા.એક મંત્ર મુગ્ધ કરે તેવી ક્ષણો ઉપસ્થિત લોકોએ માણી.

મનમાં આ રવનો ગુંજાર ઝીલી શ્રી સુરેશભાઈ જાનીએ ‘એવું ય બને’ ની ઉત્તમ રચના કાવ્યસૂર પર ભેટ ધરી.

મને પણ પ્રતિદિન ‘ના બને’ કાવ્ય માટે સંદેશા મળ્યા,તો આવો આજે ૨૮ નવેમ્બરે ,૨૦૦૯ સૌના દિલ જીતતી રચના માણીએ.

એવું ના બને

વસંત પધારે ને ફૂલડાં ના હસે, એવું ના બને

પૂનમનો ચંદ્ર આભે ખીલે,ને સાગર હેલે ના ચઢે
એવું ના બને

મેહુલિયો ગાજે ગગને, મોરલો ટહુકા ના કરે
બોલો એવું બને? એવું ના બને

ગુલાલની છોળો ઊડે, ને હોળી યાદ ના આવે,
એવું ના બને

રણ યુધ્ધે કોઈ લલકારે, ને ભારતીય લાલ પડકાર ના ધરે
એવું ના બને

બંસરી મધુરી વાગે વૄદાવને, ને મોહન મનમાં ના રમે
બોલો એવું બને? એવું ના બને

દીપમાલા ઘરને ચોખટે ઝગમગે, ને દિવાળી યાદ ના આવે,
એવું ના બને

ગાંધી વિચાર વિશ્વવાટે વિચરે,સત્ય અહિંસાનો સંદેશ ના ખીલે
એવું ના બને

જયશ્રી સીયારામ હોઠે રમે ને,હનુમંત દેવ હૄદયે ના રમે
બોલો એવું બને? એવું ના બને

નારદજીનું નામ પડે, ને નારાયણ મંત્રનું રટણ ના ગુંજે
એવું ના બને

મહિસાગર સાગરશા છલકાય, ને વતન મહિસા યાદ ના આવે
એવું ના બને

‘આકાશદીપ’ની કલમ ઉપડે ને, ભારતીય સંસ્કૄતિ ના છલકે
બોલો એવું બને? એવું ના બને

રમેશ પટેલ ‘આકાશદીપ’
________________________________

રમેશભાઈને અભિનંદન

આકાશે દીપ પ્રગટાવતા,
એક “આકાશદીપ” બને,
બની આકાશદીપ,
રમેશવિચારો હૈયેથી ઝરી, “શબ્દો” બને,
અને, શબ્દો બધા,
પાને પાને “કાવ્યો” બને,
અનેક કાવ્ય-રચનાઓ થકી,
એક સુંદર પુસ્તિકા બને,
આજે, મંદિરે”ત્રિપથગા”નું “વિમોચન” થતા,
સૌના હૈયા આનંદીત બને,
એવા આનંદમાં રહી,
અભિનંદન રમેશભાઈને પાઠવતા, “ચંદ્ર” જીવન ધન્ય બને !

-ચંદ્રવદન (Dr Chandravadan Mistry of CHANDRAPUKAR)
કાવ્ય રચના …તારીખ નવેમ્બર, ૨૮, ૨૦૦૯ અને શનિવાર
“ત્રિપથગા” વિમોચન સ્થળ….લક્ષ્મીનારાયણ મંદિર રીવરસાઈડ, કેલીફોર્નીઆ

______________________________________________________

તા. 28 નવેમ્બર, 2009 ના દિને રીવરસાઈડ, કેલિફોર્નીયા ખાતે (લોસ એન્જેલસ વિસ્તારમાં) શ્રી. રમેશ પટેલ (આકાશદીપ) ના ત્રીજા કાવ્ય સંગ્રહ ‘ત્રિપથગા ના વિમોચન પ્રસંગે એક બહેને અત્યંત મધૂર કંઠમાં રમેશભાઈની એક રચના ‘એવું ના બને’ નું પઠન કર્યું હતું; અને બીજાં બહેને વહેતા કરી દે તેવા લયમાં એ પંક્તિઓ ગાઈ સંભળાવી હતી. આજે, મારા ભાણેજ શ્રી. સમીર વ્યાસ અને તેની પત્ની ભૈરવીના સાન હોઝે ખાતેના ઘેર પાછા ફરી, બપોરની વામકુક્ષી દરમિયાન ઉપરોક્ત રચના આકસ્મિક ઊભરી આવી.

આ પસંગે નેટમિત્રો સર્વ શ્રી. ચન્દ્રકાંત મિસ્ત્રી, દિલીપ પટેલ, જયેશ પટેલ, વલ્લભ ભક્ત અને બીજા નવા મિત્રોને મળવાનો પણ અમૂલ્ય લ્હાવો મળ્યો. બીજા આવા જ સ્નેહી મિત્ર કેપ્ટન નરેન્દ્ર ફણસેના 75મા જન્મદિનની ઊજવણી પણ આ જ સમયે હોવાના કારણે તેઓ આવી શક્યા ન હતા; પણ અંતરથી બધાંની સાથે જ હતા. કેપ્ટનને જન્મદિન મુબારક.

આવો અપ્રતીમ સંજોગ પૂરો પાડવા માટે, રમેશભાઈ અને તેમના કુટુમ્બીજનોનો અને સમારંભના સંચાલકોનો અને કાર્યકરોનો આભાર માનું એટલો ઓછો છે.

રમેશભાઈનો પરિચય

રવિવાર તા. 29 ના રોજ શ્રી રમેશભાઈએ પોતાનો બ્લોગ આકાશ દીપ નેટ જગતમાં તરતો મૂક્યો છે. એની મૂલાકાત લેવા વાચકોને ઈજન છે.

મધુર ગીત ગાવાની ઝંખના ઊઠે,
ટહૂકો રણકારતો સ્વર જો ભળે – એવું ના બને? એવુંયે બને.

નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. – એવું ના બને? એવુંયે બને.

બળબળતી હોય આગ દુખતા દિલે,
શિતળ સંવેદનાનો વાયરો મળે.- એવું ના બને? એવુંયે બને.

મૂંઝવતી હોય લાખ વિપદા મને
કોયડો ઊક્લતો જાય, ગેબી પળે .- એવું ના બને? એવુંયે બને.

કાળઝાળ જંગલમાં ભટકો તમે,
હૂંફવાળી વાત કરતું જણ જો મળે. – એવું ના બને? એવુંયે બને.

વાદ ને વિવાદોના તણખા ઝરે,
દિશા એક કરનારો ધોરી જો મળે. – એવું ના બને? એવુંયે બને.

ભૂત અને ભાવિનાં વમળો ગ્રસે,
હાલમાં મહેંકવાની પળ જો મળે. – એવું ના બને? એવુંયે બને.

- સુરેશ જાની

————————

રવિવાર તા. 29 ના રોજ શ્રી રમેશભાઈએ પોતાનો બ્લોગ આકાશ દીપ નેટ જગતમાં તરતો મૂક્યો છે. એની મૂલાકાત લેવા વાચકોને ઈજન છે. http://nabhakashdeep.wordpress.com/2009/12/04/44/#comment-39

આ સમારંભનો લાગણી સભર પ્રારંભિક અહેવાલ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. http://chandrapukar.wordpress.com/2009/11/30/%E0%AA%B0%E0%AA%AE%E0%AB%87%E0%AA%B6%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8/

Published in: on December 4, 2009 at 11:52 pm  Comments (7)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers