ઉત્તરાયણ એય ગુજરાતની અને કાઈટ ફેસ્ટીવલની ધમાધમ, સાબરમતી રિવર ફ્રન્ટની શોભા અને દેશ અને વિદેશી પતંગબાજોના આકાશી ખેલ..તો આવો પતંગની મસ્તીથી ગીત ગાતા વ્યોમે વિહરીએ.
પતંગ
મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ
વહોને વાયરા ધીરે,મારે ઊડવું ગગન
મકર સંક્રાંતિનો પાવન છે પર્વ
પ્રકૃતિ પ્રેમ દોરે , મારે બાંધવું બંધન
હું ને પતંગ……………………
પતંગ તને ઊડવું ગમે
ને મને ઊડાડવું ગમે
નખરાળો પવન તને સતાવે ભલે
મોજથી મનગમતા પેચ લપટાવીએ હવે
નીરખે ગોગલ્સમાં કોઈ તને
દૂરથી જુએ કોઈ છાનું મને
એક આંખવાળો પાવલો સતાવે ભલે
હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે
ઓલો વિદેશી ઢાલ કેવો હંફાવી હસે
ને તારી જબરી શ્રીમતી લોટાવે મને
ખાઈ માલપૂડા ખખડાવ હવે થાળી ખાલી
લે હું પણ મારું અમદાવાદી ખેંચ છાનીછાની
દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ
સૂરતી દોરીની મોટી છે લૂમ
લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી
ઊંધીયા જલેબીથી ભરીએ મોટી થાળી
આકાશે ચગી અમારે દેવા સંદેશ
દાદા સૂરજ હાલ્યા મકરને દેશ
ઘરઘરનો દુલારો મારો ઉત્તરાયણ તહેવાર
રૂપલે મઢી પતંગથી છાયો કલશોર
રમેશ પટેલ ‘આકાશદીપ’
મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ
વહોને વાયરા ધીરે,મારે ઊડવું ગગન
મકર સંક્રાંતિનો પાવન છે પર્વ
પ્રકૃતિ પ્રેમ દોરે , મારે બાંધવું બંધન
and
નીરખે ગોગલ્સમાં કોઈ તને
દૂરથી જુએ કોઈ છાનું મને
એક આંખવાળો પાવલો સતાવે ભલે
હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે
રમેશ પટેલ ‘આકાશદીપ’
શ્રી ડૉ દિલીપભાઈ
મકરસંક્રાન્તિ એ ત્રણ ત્રણ સુંદર રચનાઓ સાચે જ મનને ચગાવી ગઈ.
શ્રી ડૉ જગદીશભાઇ ,રમેશભાઇ(આકાશદીપ) અનેશ્રી ગગુભા રાજની
પોતાની રીતે વિવિધતા ભરી રજૂઆત કવિલોકને મહેંકાવી ગઈ.
આપને તથા ત્રણે કવિઓને શુભ મકર સંક્રાન્તિ.
વિતલ પટેલ
saras Che…