ફાગણના વાયરા વાયા
કેસરીયો ઘડૂલો મારી કાયા
ઓલા ટહુકાના સાદ મને ભાયા
સહિયરમોરી, ફાગણના વાયરા વાયા
ડાળ ડાળ બેઠેલાં પંખીડાં બોલ્યાં
નજરોનાં નૂર કેમ ખીલ્યાં?
લાગી છે દલડાંને માયા
સહિયરમોરી, ફાગણના વાયરા વાયા
હળવેથી દે સાદ મારી સાહેલી
કોના સપનામાં સાચે ખોવાયાં?
જોને ઝૂલતાં ફૂલડાં શરમાયાં
સહિયરમોરી ,ફાગણના વાયરા વાયા
વાગ્યા પાદરે ઢોલને પાવા
ને નવોઢાનાં મુખડાં મલકાયા
રાધા કાનજી દલડે દેખાયા
સહિયરમોરી,ફાગણના વાયરા વાયા
ઝૂલંતી શાખે મહેકંતી આ મંજરી
હોળીના ગુલાલે નજરું શણગારી
ફાગે જોબનીયાં ઝબોળ્યાં મસ્તીથી
સહિયરમોરી,
અંતરમાં આવી કોઈ હરખે છૂપાયાં
રંગીલા ફાગણના વાયરા રે વાયા
સહિયરમોરી ,ટહુકાના સાદ મને ભાયા.
રમેશ પટેલ ‘આકાશદીપ’
કેસરીયો ઘડૂલો મારી કાયા
ઓલા ટહુકાના સાદ મને ભાયા
સહિયરમોરી, ફાગણના વાયરા વાયા
Enjoyed sweetness of geet.
Sweta Patel