શબ્દોને ચડી ગઈ છે ખાલી,
ને નિતરે છે કલમ થી પાણી.. શબ્દો ને ચડી..
આભાસ વસંતનો ભરપૂર થયો,
ને પાનખરે કર્યા ઝાડવાં ખાલી…. શબ્દો ને ચડી..
આ જોને હમણાં બાળપણ હતું,
ને જુવાની’ય છીનવાઇ ગૈ ખાલી….શબ્દો ને ચડી..
હજુ સમરું છુ સ્મરણો હું તારા,
ને વિદાયથી તારી ઘર થયું ખાલી….શબ્દો ને ચડી..
નિત નવા સુખ-દુ:ખ પોષી પીધાં,
ને કાળજે ચડી યાદોની વેલ ખાલી…. શબ્દો ને ચડી..
ડૉ. રાજેશ પ્રજાપતિ
ને પાનખરે કર્યા ઝાડવા ખાલી
ગમ્યુ. પહેલી વખત કવિલોક માં દાખલ થયો છું હજુ ગુજરાતી ટાઇપનો મહાવરો નથી
ફરી ક્યારેક આ વિઝાણુ માધ્યમથી મળીશું.
- અરવિંદ પરમાર
thank you dost…
ડો.રાજેશભાઇ,
આપની રચના ખુબ જ ગમી.
નિત નવા સુખ-દુ:ખ પોષી પીધાં,
ને કાળજે ચડી યાદોની વેલ ખાલી
ઘનશ્યામ
http://ghanshyam69.wordpress.com