હરિ આવ્યા
હરિ આંગણે આવ્યા અવસર થઈને
મોભ દીવાલો ઉંબર મ્હેંક્યા અત્તર થઈને
છાને પગલે આસોપાલવમાં છૂપ્યા સંજોગે
મંદ હવાના સ્પર્શે એ તો ઝૂલ્યા ઉઘાડે છોગે.
કોરાકટ્ટ ખાલી ખૂણામાં પ્રગટ્યા અક્ષ્રર થઈને.
મોભ દીવાલો ઉંબર મ્હેંક્યા અત્તર થઈને.
તુલસીક્યારે સ્મિત બની ફરક્યા પાને પાને
શગને પહેરી પાથરતા અજવાળા હર સોપાને.
ટીપાંની વિસાત હતી હરિ છલકયા સમદર થઈને.
મોભ દીવાલો ઉંબર મ્હેંક્યા અત્તર થઈને.
હરિ આગંણે આવ્યા અવસર થઈને.
નીતિન વિ મહેતા
મુંબઈથી મિત્ર કવિ આવી પહોચ્યો ખરો.
કોરાકટ્ટ ખાલી ખૂણામાં પ્રગટ્યા અક્ષ્રર થઈને….સરસ વાત કરી છે કવિ.
આ વાંચતા હો તો મારો સંપર્ક કરો નીતિનભાઈ @
http://himanshupatel555.wordpress.com
રાહ જોઊ છુ,દોસ્ત…
હિમાન્શુ પટેલ( નલિન પંડ્યા પંકજ શાહ ને આ કાવ્ય વિષે જાણ કરી છે,)
અક્ષ્રર પ્રગટ્ Thay, ક્ષ્રર kya jay ?
ans.me
Liked this,” hari avya..’
very nicely written.