ગત વર્ષ (૨૦૬૬)નું ગાણું… – ડૉ. જગદીપ નાણાવટી

ગત વર્ષ (૨૦૬૬)નું
ગાણું….

ધડાક દઈને ડેલી વાસો, બહાર ઉભો હું ડોસો
મોર પિચ્છ મારૂં કાઢીને મુગટ નવાએ ખોસો..!!
અમને મારી દીધો ઠોસો ??!!

કેટ કેટલી વ્યથા અમોએ તારી સાથે બાંટી
જલસા પાણી તારા ખાતે, દ્રાક્ષ અમોને ખાટી..!!
તોયે અવળી મારી આંટી..??

કાળા ધોળા કંઈક કર્યા તેં, ઢાંક પિછોડો કરવો
છબછબીયા દેખાડી સહુને, અંદર દરિયો તરવો..!!
કેવો વેશ તમારો વરવો…??

મારામાંથી ધડો લઈને નવી વાનગી રાંધો
સંબંધોની સોઈ થકી વણસેલા રીશ્તા સાંધો
એવી ગાંઠ જીવનમાં બાંધો
તમને કોઈ પછી ના વાંધો

દઈ દ્યો આજ અમોને કાંધો
દઈ દ્યો આજ અમોને કાંધો….!!!

-ડૉ. જગદીપ નાણાવટી

Published in: on November 9, 2010 at 10:44 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2010/11/09/%e0%aa%97%e0%aa%a4-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-%e0%ab%a8%e0%ab%a6%e0%ab%ac%e0%ab%ac%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%97%e0%aa%be%e0%aa%a3%e0%ab%81%e0%aa%82-%e0%aa%a1%e0%ab%89/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. શ્રી ડોક્ટર જગદીપભાઈ,

    કાળા ધોળા કંઈક કર્યા તેં, ઢાંક પિછોડો કરવો
    છબછબીયા દેખાડી સહુને, અંદર દરિયો તરવો..!!
    કેવો વેશ તમારો વરવો…??

    વાહ વાહ શું ભાવવહી અને સુંદર ગીત છે.

    ” જુઓં સંવત ૨૦૬૬ નું ગત વર્ષનું છે ગાણું ,

    વાંચવા માટે ભાઈ ના ખર્ચવું પડે કોઈ નાણું .

    માનવ જીવને સમજવા ને શીખવાનું છે ટાણું,

    સ્વપ્ન કહે જગદીપને ગીત લખ્યું છે બહુ શાણું.

    ધન્યવાદ.

  2. Really nice one, enjoyed.

    Ramesh Patel(Aakashdeep)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 38 other followers