ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!
હાથ ઝાલ્યું મેં જ્યારથી આઈપોડ, હાય દિમાગને શું થયું માય ગોડ!
આલ્ઝાયમર ફેરવે હાં રે જીવતરનો મોડ એ પહેલાં પ્રભુ પાડ તું ફોડ
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!
રાખે નામું સંબંધ સંપર્ક કામકાજ કેરી ઝંઝટ એ તો ઝીલે પડ્યો બોલ
કોકિલ કેવી! ચાંચ એની કાનમાં કૂંજી હાં ઘટમાં ગૂંજી કરાવે કિલ્લોલ
શું સોચું આ અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ યા વિક્રમ વેતાળની જોડ?
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!
વીડિયો વોર ગેમથી આંગળી થઈ પાંગળી તોય બંદૂક થયાનો વહેમ
લાગણી થઈ નાગણી મનુજ હણશે ટોય ગણી હાય રાખ જણશે રહેમ
મહાભારત વોર રે શબરીના બોર ખરંતા ખીલશે ખરાં સંસ્કારના છોડ?
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!
હાઈ ટેક હાઈ ટેક દિલમાંય ગુંજતી હાય એ ટ્રેક હાં જાણું છે હાર્ટ એટેક
અંશ હું આઈંસ્ટાઈનનો ગઈકાલ લગી જે ગાયો આજ ભુલાતી એ ટેક
બ્રેઈન મારું બહેર મારશે માયામઝધારે કોણ તારશે બોટ ઓવરલોડ?
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!
દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા
નવેમ્બર 14, 2010
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ!
આધુનિક ગીતનો ઉપાડ એકદમ ધ્યાન ખેંચે એવો છે. ગીતમાં વિવિધ ભાવો, લઢણો અને કલ્પનોને આ કડીથી ઘણું બળ મળે છે. આસ્વાદ્ય ગીત.
હાથ ઝાલ્યું મેં જ્યારથી આઈપોડ, હાય દિમાગને શું થયું માય ગોડ!
આલ્ઝાયમર ફેરવે હાં રે જીવતરનો મોડ એ પહેલાં પ્રભુ પાડ તું ફોડ
ઓહ માય ગોડ મારામાં જીવે આઈપોડ! ………………………….
Dilipbhai….Nice to read your Rachana !
Always BEST WISHES for the KAVILOK !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Dlipbhai..Not seen you !..Hope you will read the Post of 3rd Birthday of Chandrapukar OR any one !
એક નવતર શૈલીની વેધક કવિતા..મજાની છે.
રમેશ પટેલ(આકાશદીપ)