મુરબ્બીશ્રી રમેશભાઈએ ધીરજ ધરીને ભિન્ન ભિન્ન બ્લોગમાં, ખાસ કરીને કવિલોકમાં, એમના આકાશદીપનો પ્રકાશ પાથર્યા બાદ, પોતીકો આકાશદીપ બ્લોગ શરૂ કરીને એમના ઈજનેર વત્તા કવિ દિલના અનુભવ વત્તા કલ્પનનું જનરેટર એમાં સાચ્ચેજ ઝગમગાવી દીધું છે. આજે એનો અતિ આનંદ અનુભવાય છે.
ત્રિપથગા વિમોચના વિધિમાં પહેલી વાર મળ્યા મિત્રો ત્રિબ્લોગના
આકાશદીપ હાં બ્લોગ લૈ અવતર્યા મહીં ચિતર્યા કાવ્યો ત્રિલોકના
બ્લોગ બ્લોગ પ્રકાશી એતો સાલ પૂર્વે કેવા હર્યાભર્યા અહિંયા ઠર્યા
આશ આકાશને આંબે વાત વાચકોને આંજે એજ શબ્દો કવિલોકના
કવિલોક વતી આપનો આકાશદીપ આમ અવિરત અજવાળા પાથરતો રહે એજ અભ્યર્થના.
દિલીપ ર. પટેલ
જયેશ ર. પટેલ
આદરણીય શ્રી દિલીપભાઈ અને જયેશભાઈ,
આપનો પ્રતિભાવ યથા યોગ્ય છે. આકાશદીપ ગાંધીનગર થી કોરોના સુધી
સદા પ્રજલિત રહી કવિલોક,ગુજરાતીઓ,આકાશદીપ બ્લોગમાં પ્રકાશ પાથર્યો છે.
અને જરૂર જણાયે મારા જેવા નવોદિતો ને સથવારો,સહારો અને માર્ગ દર્શન પુરા
પાડી વીજ પુરવઠો સદાય વહેતો રાખેલ છે. આકાશદીપ યુગો યુગો સુધી ઝળહળતો
રહી સાહિત્યનુ ભાથું પીરસતો રહે એ જ અભ્યર્થના. આદરણીય રમેશભાઈને ખુબ ખુબ
હાર્દિક અભિનંદન.
સ્વપ્ન જેસરવાકર