સજા તેં જીવનની દીધી ત્યારની
હું ચક્કી પિસું શ્વાસની, ત્યારની
પડી દોસ્તોના શહેરમાં જુઓ
તડાપીટ ખંજર ખરીદનારની
સમયના પડીકે ઉતાવળ દીધી
પડી ના સમજ અમને વ્યવહારની
અસર મૌન કરતું હદે કેટલી
કહી કાનમાં વાત ચકચારની
દવા ને દુઆના સતત જંગમાં
કફોડી દશા, હાય બિમારની
- ડૉ. જગદીપ નાણાવટી
Like this:
2 bloggers like this post.
The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2011/02/09/%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%a1%e0%ab%89-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a6%e0%ab%80%e0%aa%aa-%e0%aa%a8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%b5%e0%aa%9f%e0%ab%80-12/trackback/
RSS feed for comments on this post.
ડૉ. જગદીપભાઈ નાણાવટીની અન્ય રચનાઓ માણવા આ લિન્ક http://jkshabdasoor.blogspot.com/ પર ક્લિક કરો.
આભાર.
ડૉ, નાણાવટી સાહેબ
સરસ રચના
અભિનંદન
ડૉ.કિશોરભાઈ પટેલ
આદરણીય ડો. જગદીપભાઈ,
દવા ને દુઆના સતત જંગમાં
કફોડી દશા, હાય બિમારની
સૌદર ગઝલ..મઝા આવી. આ બે પંક્તિ ખુબ ગમી
Very well said:
દવા ને દુઆના સતત જંગમાં
કફોડી દશા, હાય બિમારની