દિલદાર કિરતારનો રે આલાપ છે: મુઠ્ઠી શો એ મુલક મારો આવાસ છે;
શ્રધ્ધા સ્થાનકમાં ભર્યાં ભાવનાં સ્મારક તો એ ના મંદિરનો આભાસ છે.
દિલદાર કિરતારનો રે ..
વાલમ વિશ્વાસના હરિયાળા શ્વાસ લઈ વિષયની વાસના તેં જો ઉથાપી;
રગ રગના મારગ વહી રોમ રોમમાં રહી સચ્ચિદાનંદી ચેતના મેં થાપી.
મંદિરના પાષાણમાં જ મને માનવો એ તો જુગ જુગનો જડ રિવાજ છે;
કામનાની કૂંપળે કોરી જો કલ્યાણની કુંજ તો એમાં જ મંદિરનો રાજ છે.
દિલદાર કિરતારનો રે ..
દયા દુઆના દરિયે જરા વ્યાધિ જુવાળ તો નાથ હાથ શું હલેસું તું માંગ
હરજીની મરજી શી મસ્તીમાં હસ્તિ વાળી બ્રહ્મ ભવ ભવનો ભ્રમ તું ભાંગ
ભક્તિની છોળોમાં હર્ષ કે દર્દ હિલ્લોળે એ તો હેતનો હિતકારી ઉઘાડ છે;
કર્મની સાધનામાં સમતા શી યોગ-સમાધિ એજ મંઝિલ એજ ઉધ્ધાર છે.
દિલદાર કિરતારનો રે ..
દિલદાર કિરતારનો રે આલાપ છે: મુઠ્ઠી શો એ મુલક મારો આવાસ છે;
શ્રધ્ધા સ્થાનકમાં ભર્યાં ભાવનાં સ્મારક તો એ ના મંદિરનો આભાસ છે.
દિલદાર કિરતારનો રે ..
દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા
આ ભક્તિ-ગીતમાં કરવામાં આવેલ એક ફેરફાર:
પહેલી પંક્તિ બે દિવસ પહેલાં આ રીતે મૂકેલી-
રુદિયામાં વસેલા વિશ્વંભર વદે છે, આ મુઠ્ઠી શો મુલક મારો આવાસ છે;
આદરણીય ડો. શ્રી દિલીપભાઈ,
.ભક્તિની છોળોમાં હર્ષ કે દર્દ હિલ્લોળે એ તો હેતનો હિતકારી ઉઘાડ છે;
કર્મની સાધનામાં સમતા શી યોગ-સમાધિ એજ મંઝિલ એજ ઉધ્ધાર છે.
સુન્દર રુદિયાના વિશ્વ્મ્ભરની વાણી સચોટ અને જીવન ઘડતર કરનારી છે.
ડો. સાહેબ આબધુ ક્યાં સમયે વિચારો છો. ? ખુબ સરસ ..
કવિલોકમાં પા પા પગલી પાડવા કાજે પ્રવૃત્તિની પળોજણમાંય પસંદગીની પળો ને પ્રેરણા મળી જ જતી હોય છે.
આપનો આભાર.
Dear Dilip,
You have written in an excellent way. I liked it too much. But how are you getting time to write such nice things. My nephew is also writing interesting articles on his blog.