‘રીંગ ઓફ ફાયર’ પર ગગનચુંબી ઈમારતો ને વસ્તીવાળી વસાહતો રચીને સુનામીને આવકારો શું આપણે જ નથી આપ્યો?
વિનાશકારી મહા ધરાકંપ ને શક્તિશાળી સુનામી બાદ આજે જાપાનને આંગણ કુકુશીમાના ન્યુક્લિયર પાવરપ્લાંટ પરથી બીજો ચેર્નોબીલ ન રચાય એ માટે ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે ને નીકળેલા રેડીએશનની આશંકા હેઠળ આડઅસર ટાળવા આયોડીનની દવાનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે ભગવાન કહાન મનુષ્યને પૂછી રહ્યા છે કે પર્યાવરણ પર તેં ગુજારેલા ત્રાસને કારણે કુદરતને કાબુમાં રાખવાનું કામ આજ મારા તાબામાં નથી રહ્યું. મનવા તારે આ જહાન પર કાબુ કરવાનો છે.
તો વાંચો પ્રસંગોચિત ગીત…..
આયો દિન ગોઝારો આયોડીન કેરો આજ તારો જાપાન
રીંગ ઓફ ફાયર પરે હાય! દાવ તેં કેવો ખેલ્યો નાદાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન
પાતાળી પાષાણ પ્રતિ પરાક્રમો પોલાદી તોય તકલાદી
સુનામીના કિનારા કને રે મઢે મિનારા માનવી તકવાદી
વિલાસ કાજ કરી વિકાસ વેરે વિનાશ વિકરાળ વિજ્ઞાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન
મજા મોજાંની રોજ માણે તો કદીક સજા સોજાંની પરાણે
ચક્કર આ તો એવું ચાલે આદિ અંતની સંતાકૂકડી જાણે
રાખ એટલું ધ્યાન તલવાર તો જ રક્ષે જો તું રચે મ્યાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન
તૈલધારે માછલાં મારે ના રે સૂણે ડુસકાં દરિયાના ભારે
હે ચાંચિયા તું તરાપ મારે એના અધિકારે ને ના વિચારે
ધરા ધન ચૂસી કૂડો કાર્બની થૂંકી મેલાં કીધાં જળ પાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન
જાન માલ ગયા જે પાયમાલ થયા એ પંચભૂતે ભળ્યા
દયા દરિયો દુઆ ભરિયો ખાર લઈ દે અમીરસ ગળ્યા
અધ્યાત્મે ઓગાળી વિજ્ઞાન સહજીવને સંભાળજે સુકાન
કહે કહાન કર મનવા કાબુમાં જહાન
દિલીપ ર. પટેલ
માર્ચ 12, 2011
સાંપ્રત હોનારતથી દ્રવિત કવિહૃદયનું ક્રંદન અને એ સાથે જગતનિયંતા પ્રત્યેની આસ્થા અને દૃષ્ટા ભાવ પણ અનુભવાય છે.
ડોશ્રીદિલીપભાઈ
આપે જાપાનની મહા હોનારતને મનનીય રીતે પીંછાણીને
એક જીવન સંદેશ, આજની આધુનિક જગતને કવિતામાં ધર્યો છે.
સગવડ અને પર્યાવરણને નુકશાન તથા કુદરતીકે માનવ
સર્જિત હિંસક બનાવો સૌને દુખી કરશે..કોણ કોને બચાવશે?
પ્રભુમાં ભાવ ધરી મનને સાચા રસ્તે દોરીએ તો કેવું?
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય ડો. શ્રી દિલીપભાઈ
,જાપાનની હદય દ્રાવક હોનારતને કવિ હૈયાની વ્યથાને કાવ્યમાં વર્ણવી
કુદરતના કોપ સામે લાચાર માનવ કેવો પાગલો લાગે છે.
પ્રભુ ભક્તિ કરી શકે.તેજ આ વ્યથા ઝીલી શકે.