જાપાનમાં તા.૧૧.૦૩.૨૦૧૧ન તોજ મહાભયંકર ભૂકંપ આવ્યો. એ પછી ઊઠેલી સુનામીના પ્રચંડ તાકાતમાં જાપાનના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં ખુવારી, તારાજી સર્જાઈ છે એનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની ગયું છે, ધ્રુજી ઉઠ્યું છે, રડી રહ્યું છે….
આ સંદર્ભે હજ્જારો માનવ ને મહાલયને ડૂબાવતા મહાપ્રલય શા ધરાકંપ ને સુનામીની પીડા ને વ્યથા અમદાવાદથી તેજપાલ રમણલાલ ” તેજ ” અત્રે રજુ કરે છે.
ઓ પ્રલય !( સાંપ્રત કાવ્ય )
શાને ધ્રુજાવી ધરતી અને
શાને દીધો ધ્રુજતો – સમય ?
વિનાશ વેરી ચાલ્યો ગયો
સુનામીનો મહાપ્રલય !
દરિયો બધુંયે પી ગયો
તોતિંગ જહાજો, મહાલય !
ખુવારીના માતમ મહીં
રઝળી રહ્યાં લાખ્ખો હર્દય !
ઓ પ્રલય !
હસતું – રમતું નગર હતું એ
શાને દીધો ડૂબતો – સમય ?
સગપણ, સંપત્તિ , સ્વપ્નો હતાં
શાને દીધો રડતો – સમય ?
કાળમીંઢ
ઓ પ્રલય,
તે છાપી દીધો કાળો-સમય !
છિન્ન-ભિન્ન ભલે આજે
પામશું અમે કાલે વિજય !
લુછી આંસુ એકબીજાનાં
કરશું માનવતાનો જય !
વિનાશ વેઠ્યો ભલે આજે
ઉગાડ્શું ઉગતો – સમય !
ઘોર અંધાર પછી આવે
” ઉગતા સૂર્ય ” નો સમય !
ઓ પ્રલય ,
ઓ મહાપ્રલય,
મ્યાન કર તારા ” તેજ ” વલય ! !
ॐ શાંતિ
તેજપાલ રમણલાલ ” તેજ ”
૧૫.૦૩.૨૦૧૧, અમદાવાદ
info@tejpalramanlal.in
Mobile : 09898195410
Thank you for submitting such a timely and lively Kavita ઓ પ્રલય ! full of પીડા & વ્યથા that has born out of this મહાપ્રલયકારી ઘરતીકંપ અને સુનામી વમળ.
To help the people of Japan, BAPS Charities has begun “Japan Disaster Relief Fund”. Currently, they are in the process of assessing the various organizations with which they can partner to provide immediate aid.
To donate, kindly visit
http://www.bapscharities.org/japan or https://my.bapscharities.org
અસરગ્રસ્ત સર્વે જનો અને જાપાન જલ્દી પીડારહિત અને પગભર થાય એ માટે પ્રાર્થના સહ.
દિલીપ ર. પટેલ
ખૂબ જ સરસ રીતે મહાકાળની આ વેદનાને આબેહૂબ રીતે ઝીલી છે.
રમેશ પટેલ(આકાશદીપ)