આત્મ- મન
અનંત અગણિત છે મનનું આકાશ
દુખ માં અંધકાર ને સુખ માં ઉજાસ
મનના મહેલ માં મહાલતો રહ્યો
જીન્દીગીભર ઊંઘ માં ચાલતો રહ્યો
મનને મનાવે તે બધા માનવ
બાકી બધા માયાવી દાનવ
મનના રોગ ની નથી દવા કે મલમ
ફક્ત આત્મચિંતન જરૂરી નહીતો પુનર્જન્મ
પળે પળે તરસાવતું ને લલચાવતું
કઠપુતલી ની જેમ મને નચાવતું
“પરમ” નો ચીધો માર્ગ હવે પ્રભુ
મમ આત્મસાત વહાવ તું.
પરેશ મહેતા “પરમ”