Comments on: આપના ગીત/કવિતા મોકલો - Submit A Poem

By: vivek tank
જુઓ અહિ વાત થાય છે કોલેજ મા,

હુ અને તુ ની ચર્ચા થાય છે કોલેજ મા,

ભણવાની સાથે ગમ્મત થાય છે કોલેજ મા,

વાત નાની ક્યારેક મોટી બને છે

ને ક્યારેક જિન્દગી લુન્ટાય છે કોલેજ મા,

મિત્રો સાથે મોજ તો રોજ થતી જ રહે છે

પણ દોસ્તી સાચી પરખાય છે કોલેજ મા,

ક્યારેક હળવાશ તો ક્યારેક ત્રાસ

ને ક્યારેક પ્રેમ ની આશ થાય છે કોલેજ મા,

મે તો ચાહ્યુ તુ ઘણુ બધુ છતા

એ જ ઝખમો રહી જાય છે કોલેજ મા…………. vivek tank

By: dr.j.k.nanavati
વધસ્તંભ ઉપર જડો કોઈ અમને

ખુદા માફ કરવા ઉભો છેજ તમને

લખી નામ મારૂં લિખિતંગ તરીકે

અમે સાવ મૂકી છે નેવે શરમને

હથેળી છે અટકળ તણાં સાત કોઠા

કરો બંધ મુઠ્ઠી, ને ભેદો ભરમને

ઝખમ તેં દીધાં, રાખવા સાવ તાજા

લગાવો કોઈ આજ ઇલમી મલમને

By: khuzemapoet
visit my site

http://www.khuzemapoet.wordpress.com

for my latest gujrati poem “Grahan”

By: Ramesh Patel
શ્રી ગણેશભગવાન સૌની ઉપર સદા મંગલ વરતાવે ,એવી પ્રાથના સાથે ,આપની સાથે જોડાઇએ.

માત પાર્વતી પિતા મહેશ

વિઘ્નહર્તા ગણનાથ ગણેશ્

શુભ સુમંગલ સ્મરણ મીઠા

રિધ્ધિ સિધ્ધિ સહ આજ દીઠા

સૂરજ દેવ સમ તમ પ્રભા

આનંદ હિતકારી દેવ સદા

નત મસ્તકે જોડી હાથ

પ્રથમ વંદીએ દેજો સાથ

રમેશ પટેલ(આકાશદીપ)

By: Ramesh Patel
પુણ્ય પ્રસાદ

ઢોલ  ધબૂક્યા  વૃન્દાવનમાં ,શરદ પૂનમની  ખીલી  રાત

ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ,કાના સંગ સૌને રમવો રાસ

ઝટઝટ વાળું લીધું આટોપી,દોડ્યૂં ગોકુળ વૃન્દાવન વાટ

વરસી વ્યોમથી અમૃત હેલી,પ્રગટ પ્રભુનો પામવા પ્યાર

શીતળ સમીરના વીંઝણા વાયે,છૂપાયો નટખટ રઢિયાળી રાત

બહાવરાં નૈન શોધે વ્રજનાર,શ્રી હરિ સંગે રમવોછે રાસ

ગામ ઘેલું થઈ પૂછતું વાત,નથી ફોડી મટકી કાનાએ આજ

નથી લૂંટ્યા માખણનાં દાન,બોલો જશોદાજી ક્યાં છૂપાયો કાન

હસતી રાધા કહે શ્યામને,કેમકરી સૌ સંગ રમશો રાસ?

રુસણાં લેશે ગોપગોપીઓ,કેમ રીઝવશો સૌને શ્યામ?

પીળાં પીતામ્બર જરકશી ઝામા, મધરાતે વાયા વેણુના નાદ

લીન થયા બ્રહ્મનાદે ગુણીજન,ભૂલ્યાં વિરહમાં દેહનાં ભાન

રાસ ભક્યિમાં મગન વ્રજવાસી,દીઠો જોડીધર જગદીશ સૌ સંગ

સ્નેહ ભક્તિનો રાસ રચાયો, મન ભરી માધવે છલકાવ્યો રંગ

ગગન ગોખથી નીરખે યોગમાયા, બહુ રુપ ધરી કાનો રમતો રાસ

છોગાળો લાલો લાગે વહાલો,  ભગવત  કૃપાનો ધરિયો થાળ

રમેશ પટેલ(આઅકાશદીપ)

By: dr.j.k.nanavati
નયન તારા તણુ

બની જઈએ કણુ

તમે અડક્યા કરો

ગમે અમને ઘણુ

થઈ ઉષા થકી

ઉગમણુ બારણુ

સદા પાવન કરો

અમારૂં આંગણું

ઝુલાવો પાંપણે

શરમનું પારણુ

પછી શમણું કહો

રહે શેં વાંઝણું

ચહો, રૂખ, તે રીતે

બદલીએ આપણું

ઉનાળે વાયરો

શીયાળે તાપણું

By: vivek tank
ક્યારેક એ સુકા ઝાડ પર મારુ નામ હશે જો જો ,

પાન કોઇ બીજા લઈ ગયા છે પણ એને ના રોજો…….vivek tank

By: vivek tank
જે દિવસ નો ઇન્તજાર હતો તે જ દિવસે મને ઝખમ થી રોળી નાખ્યો

નહોતી ખબર કે તમે આટલા બેરહેમ હશો

છતા મે જીવ આખો ખુશી મા તારી બોળી નાખ્યો …vivek tank

By: Ramesh Patel
ગુજરાતી છોગાળા

અમે તમારા તમે અમારા

વિશ્વે રમીએ થઈ રુપાળા

છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

દીધું દાતાએ ભરી તિજોરી

હરખે કરીએ મહેમાન નવાજી

વહે દાન પૂણ્યની ધારા

છીએ અમે ભાઈ ગુજરાર્તી છોગાળા

રાષ્ટ્ર પ્રેમથી ધરણી છલકે

વલ્લભ ગાંધી વદતાં મલકે

સિંહની ધરણીના અમે લાલા

છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

પૂણ્ય ભુમિ સુખ દુખના સંગાથી

સપ્ત સમંદર સવારી અમારી

આયખે સાહસના સથવારા

છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

ધરતી મેઘના મિલન મધુરાં

એવા સ્નેહના બંધન અમારા

ફતેહના ડંકા સદાએ દેતા

જન્મ ભૂમિના રતન રુપાળા

છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

રમેશ પટેલ(આકાશદીપ)

By: Ramesh Patel
ધન્ય અભિનવ

વતનની  શાન  ત્રિરંગો  રાષ્ટ્ર  ધુને  આકાશે  ફરફરે

ઓલમ્પિકના સુવર્ણ ઈલકાબે ધન્ય અભિનવ મલકી ઊઠે

એક સુરજ  ઝળહળે  ને   આભલું  ઝગમગી  ઊઠે

એક લાડલા અભિનવના કીર્તિમાને ભારત મલકી ઊઠે

એક  ચંદ્રની રોશનીથી  સાત સમંદર  હેલે  ચઢે

એક અભિનવના નિશાને લક્ષ કોટિ દિલ મલકી ઊઠે

એક કોહીનૂર રત્ન  ભંડારે પહાડ નૂરનો  દીસે

એક અભિનવ દેશનો શીર મુગટ થઈ મલકી ઊઠે

એક ગુલાબનું ફૂલ રાજ રાજેશ્વર  સમ  ખીલે

એક અભિનવ ના પુરુષાર્થે ભારત વર્ષ મ્હેંકી ઊઠે

રમેશ પટેલ(આકાશદીપ)