મૃત્યુશૈય્યે- દિલીપ આર. પટેલ

મૃત્યુશૈય્યે

છંદ: શિખરિણી

સૂએ મૃત્યુશૈય્યે તન; મન જુએ ભો’ અજબ કો’

હશે ભેંકારો શાં  અપિરચિત  એ  નિર્જન દિશે.

ગુલો ના જોવાશે મધુ છલકતાં – નૈન ભરતાં; 

મજાનો  કેવો  આ કલરવ સુણે કર્ણ,  ન હવે.

વહે  છે  વંટોળે  મરુત,  જીવવા  પર્ણ  ફફડે.

ડરાવે ખર્યું ત્યાં ” મુજ સમ હશે તારીય દશા!”

                                                       

ધરા સૂકાઈ  છે  સરવર  તળે;  ગાન  ગગને

ઉમંગી  ઉલ્લાસી  ચરમ  સમયે  હંસ  ગજવે.

વહે શું કિલ્લોલે રુદન? પણ, હો’ ગાન ખુશીનું.

અરે ભાવિજ્ઞાતા, “ભય મરણનો જાણ નથી કે?”

ભરે શ્વાસો,  પાંખે  હરખ  ફરકે – ગુંજન  વહે

“જતું હું  પંખીડું  અગમ  સફરે  માલિક કને!”

                                                       

સરી ચિંતાઓ, થ્યો મનકુહરમાં દિવ્ય પડઘો

“હશે હું સંગે એ જ પરમપિતા સ્નેહસર શો!”

દિલીપ આર. પટેલ  

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s