મનડાંના માટલે દબાયે લાગણી દુર્બળ
ચિંતાના તાપણે રચાયે વિષાદી વાદળ
આંખોના આંગણે રંગાયે લાલાશી કાજળ
પાંપણના કો’ ખૂણે રુદને આંસુડાં નિર્મળ
વેરાન વદને વેરાયે થૈ ઝુરાપાનાં ઝાકળ
ડૂમા શી ગરદને ભરાયે ડુસકાંની સાંકળ
શ્વાસની ધમણે નીકળે નિ:સાસા કોમળ
હ્રદયના ધબકારે ઉભરે આરજુના આંચળ
અંતરના ઊંડાણે ઉગે આસ્થાની કૂંપળ
કાળજાના અબ્ધિએ ઉછરે કાળજીના કમળ
– દિલીપ આર. પટેલ