કૃષ્ણ – 1992 – કૃષ્ણ દવે

ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર,

અને ઉપરથી ગોપીઓ ને રાધા..

અહીં મારે તો જીવવાના વાંધા ..

                                           

આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?

ભાંભરડા દેતી આ ભૂખી ઈચ્છાઓનાં  ધણનાં ધણ ક્યાં  જઈ ચરાવીએ?

આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા

અહીં મારે તો જીવવાના વાંધા ..

                                         

પૂરેલાં  ચીર  એમાં  માર્યો  શું  મીર ?  એનું  કારણ એ રાજાની  રાણી

નજરે  ના  કેમ  ચડી  આછેરા   જીવતરની  માંડેલી  આમ  ખેંચતાણી

ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે

ને તોય કરવાના રોજ રોજ સાંધા?

અહીં મારે તો  જીવવાના વાંધા ..

                                      

ગોકુળનો શ્વાસ લઈ,  મથુરાની હાશ લઈ  દરિયામાં જાત  તેં  બચાવી

મેં તો આ પ્હાનીના  હણહણતા  અશ્વોને   ખીલ્લાની  વારતા  પચાવી

ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા

અહીં મારે તો જીવવાના વાંધા ..

                                     

કૃષ્ણ દવે

                                        

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com      

                                        

32 Comments

 1. હું એક ગુજરાતી સાહિત્યની અભ્યાસુ ઉપરાંત ભાષા શિક્ષક પણ છું. અમારી શાળામાં દર વર્ષે કાવ્યપઠન સ્પર્ધા યોજાય છે, જેમાં મે વર્ષો સુધી રમેશ પારેખની કવિતાઓનું પઠન મારા વિદ્યાર્થીઓ પાસે કરાવેલ. રમેશ પારેખનું જ્યારે અવસાન થયું ત્યારે મને એવું મહેસૂસ થયું હતું કે ગુજરાતી કવિતા જાણે અનાથ થઈ ગઈ, મેં તો કવિતા વાચવાનું જ છોડી દીધેલ પરંતુ જ્યારથી ક્રુષ્ણ દવે ને વાચવાનું ચાલુ કર્યું છે ત્યારથી લાગે છે કે ગુજરાતી ભાષા અનાથ થઈ ગઈ હોવાની મારી માન્યતા ભ્રામક હતી. કૃષ્ણજી ! આપના દરેક કાવ્યોની ભાષા,તેની અભિવ્યકિતબધામાં મને રમેશ પારેખની ઝાંખી થાય છે. ખરેખર છેલ્લા ઘણાં સમયથી મને જે ખોટ સાલતી હતી તે હવે ધીરે ધીરે પુરાવા લાગી છે!

  સીમા બારાઈ

 2. Hey Krushna Dave
  from Dhari A….NE…..LILA …….LHER ….CHHE !
  aa slogan tena visiting card par lakhelun chhe
  maro dikaro Rajdeep ghana vakhat thi function ma krushna dave ni rachnao nu pathan kare chhe

  1st K Ek divas limda ne aavi gyo taav
  limda na dadaji limdane kye —

  a….k hi k hi ne thaki gyo—
  a jao a jao ha ji fast food khao !

  2nd ugvanu hoy tyare puchhavnu nai
  ugvanu hoy tyare puchhavnu nai

  k aapne to aaval ne baval ni jaat !
  ugvanu hoy tyare puchhavnu nai

  ne koi ugsde tem kadi ugvanu nai !

  aapna caahak

  Rajdeep Khimesh Thanki

  Khimesh L . Thanki

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s