બરફનાં પંખી

અનિલ જોશી                     

 બરફનાં પંખી   

અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં

લૂમાં તરતો ઘોર ઉનાળો

અમે ઉઘડે ડિલે

ઓગળતી કાયાનાં ટીપાં

કમળપાંદડી ઝીલે

ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં !

અમે બરફનાં પંખી રે… ભાઈ, ટહેકે ટહુકે પીગળ્યાં.

લીલાંસૂકાં જંગલ વચ્ચે

કાબરચીતરાં રહીએ

નભમાં ઊડતાં સાંજ પડે તો

સોનલવરણાં થઈએ

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં !

અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં. 

અનિલ જોશી    

5 Comments

 1. કાવ્ય

  હા તું માને

  જીવાડી
  હસાવી
  રડાવી
  રહ્યો છે
  ચલાવી
  દોડાવી
  ફરાવી
  રહ્યો છે
  ઉંઘાડી
  જગાડી
  રહ્યો છે
  જેને તું ઈસુ, બુદ્દ્ધ, મહાવીર,
  રામ, ક્રુષ્ણ ક હે છે
  તે જ એ જ છે
  તું માને તો સઘળુય છે
  અને
  ના માને તો ક્શુંજ નથી ..

  કવિ : જાન
  મલેક્પુર વડ
  મો.૯૯૨૪૬૧૦૧૨૪

 2. ખુબજ સુંદર કવિતા છે ..મનને ગમતી કવિતા છે

  ” ઉનાળા” પર કવિતા ….

  “મંદ મંદ મલકાતો ને
  સુસવાટા મારતો ઉનાળો
  ને આંબાની ડાળી પર જુલાની જેમ
  હિલોળા લેતો ઉનાળો
  શીતળતાની મીઠી મીઠી લહેર
  કેવો લહેરાવતો ઉનાળો
  ઠંડી ધરાને એ શેક્તો
  ને લ્હાય લ્હાય કરતો ઉનાળો
  અવિરત એક્લો એક્લો તપી તપી ને
  દાજેલો દાજ કાઢ્તો ઉનાળો
  તોય લાગે અએ રંગીન મિજાજી
  એથી તો ગુમસુમ રહેતો ઉનાળો
  મન ગમતી ઠંડાઈની ટાઢ્ક થતાં
  મન મોહક લાગે ઉનાળો ”

  કવિ : જાન
  મલેક્પુર (વડ)
  તા: વડનગર જી .મહેસાણા
  મો.૯૯૨૪૬૧૦૧૨૪
  posted 1 min ago by “

 3. આપનો આભાર. ફોન્ટની સાઈઝ નાની કરી છે. બ્લોગ પોસ્ટિંગ દરમિયાન બગની સમસ્યા સતાવતી હોય એવું લાગે છે. પોસ્ટ ક્યારેક સેવ થતી નથી અને ફક્ત ટાઈટલ જ પબ્લીશ થાય છે. આમ અમુક પોસ્ટ લોસ્ટ થાય છે અને મહેનત પર પાણી ફરી વળે છે. આથી ઓફલાઈન પોસ્ટ લખવાના કારણે ફોન્ટ સાઈઝ બદલાઈ હોય એવું લાગે છે. હજુ બ્લોગજગતમાં પા પા પગલી જ મંડાય છે. વિવેકભાઈ આપની પાસે એનો ઈલાજ છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s