કોણ રોકે ? – સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ

     

કોણ રોકે ?

        

આ પૂનમની ચમકે ચાંદની,

એને કોણ રોકે ?

કાંઈ સાયર છલક્યા જાય

કે એને કોણ ટોકે ?

આ આષાઢી વરશે મેહુલો,

એને કોણ રોકે ?

કાંઈ પૃથિવી પુલકિત થાય

કે એને કોણ ટોકે ?

આ વસંતે ખીલતાં ફૂલડાં

એને કોણ રોકે ?

કાંઈ ભમરા ગમ વિણ ગાય,

એને કોણ ટોકે ?

આ આંબે મ્હોરતી મંજરી,

એને કોણ રોકે ?

કાંઈ કોકિલ ઘેલો થાય

કે એને કોણ ટોકે ?

આ અંગે યૌવન પાંગરે,

એને કોણ રોકે ?

કાંઈ ઉરમાં ઉર નહીં માય ! –

કે એને કોણ ટોકે ?

        

ઝીણાભાઈ રતનજી દેસાઈ  ‘સ્નેહરશ્મિ’

ગાંધીયુગના જાણીતા કવિ; ગુજરાતી હાઈકુના પ્રદાતા; સી. એન. વિદ્યાલયના માનીતા આચાર્ય. 

જન્મ: એપ્રિલ 16, 1903

અવસાન: જાન્યુઆરી 6, 1991

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s