આવશે બેતાલા

દિલીપ ર. પટેલ

 આવતીકાલે ઓક્ટોબરની ત્રીજી તારીખે અનુજબંધુ (કવિલોક.કોમના પુરસ્કર્તા) બેતાલીશમા વર્ષમાં પ્રવેશશે. આ પ્રસંગને અનુરૂપ ‘આવશે બેતાલા’ ગઝલરૂપે શુભકામના પાઠવીએ.

   Go to fullsize image

આવશે બેતાલા
        
ખીલવજો  દૂરદ્રષ્ટિ નયન આ જન્મદિને
વિરમજો  લઘુવૃત્તિ  નજર આ જન્મદિને
ખૂલજો  શુભસૃષ્ટિ  ગગન આ જન્મદિને
લાવજો સગાં મૈત્રી રંજન આ જન્મદિને
લાધજો પરમાર્થી જીવન આ જન્મદિને
કે અનુજ આવશે બેતાલા આ જન્મદિને
            
શાળા સમયે લખોટી દડા વળી ભણેલા
કોલેજકાળે ભવવને રામલક્ષ્મણ બનેલા
ઘરના એકાંતે યુએસ જવા દિન ગણેલા
શેરબજાર હોસ્ટેલ ને ગઝલ મિત્ર થયેલા
થ્યાં બેતાલા ગતવર્ષે એથી કહું હું કથીને
કે અનુજ આવશે બેતાલા આ જન્મદિને
         
વીતાવ્યું શૈશવ યૌવને નટખટ આયખુ
માણ્યું રમત ગમ્મતમાં નચિંત આયખુ
પાડી પ્રભુતામાં પગલાં પાગલ આયખુ
નેહનશા ને મોહમમતે મસ્તાન આયખુ
માણજે  એ યાદો સોનલ આ જન્મદિને
કે અનુજ આવશે બેતાલા આ જન્મદિને
      
આજ જન સરેરાશ ચોરાશી વર્ષ જીવતા
ચોરાશીના અડધા અહો બેતાલીશ થતા
બેતાલા પછી તનઘટ ગૂઢ ઘસારા પડતા
બેતાલ ના હજો પછીની તુજ જીવનકથા
પામો ભવ ઉત્તરાર્ધે રંજન આ જન્મદિને
કે અનુજ આવશે બેતાલા આ જન્મદિને
           
કાળ ભલે બને કાચબો; ન ધીમો પડજે
ફાજલ સમયે  કવિલોક.કોમને રે ઘડજે
કાજળ ના નૈને;  બિલોરી કાચ જ ભરજે
સંયમ નીતિનેમ ધરી સમય સંગે સરજે
અનુભવ અક્ષે નીરખી જગબાગે નીખરજે
કે અનુજ આવશે બેતાલા આ જન્મદિને 
          
શુભદિને બક્ષિસે શું હો ચશ્માથી અધિકુ
આમ તુજ ચક્ષુને બે તાળાંથી જ સજીશું
વળી આ ગઝલને ગુરુ ફોન્ટથી રે મઢીશું
પ્રથમ ઈ-મેઈલમાં કે કવિલોક્માં મળીશું
લભે દિવ્યદ્રષ્ટિ એજ પ્રાર્થું આ જન્મદિને
કે અનુજ આવશે બેતાલા આ જન્મદિને
          
દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા
ઓક્ટોબર 2, 2006
     
આવતીકાલે ઓક્ટોબરની ત્રીજી તારીખે અનુજબંધુ (કવિલોક.કોમના પુરસ્કર્તા) બેતાલીશમા વર્ષમાં પ્રવેશશે. આ પ્રસંગને અનુરૂપ ‘આવશે બેતાલા’ ગઝલરૂપે શુભકામના પાઠવીએ.

3 Comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s