અમે નાનેરાં બાળ

દિલીપ ર. પટેલ

        

અમે નાનેરાં બાળ 

(બાળદિન નિમિત્તે બાળકોની હૈયાવરાળ)             

           

ધરાને ખોળે રમવા ઝંખતા અમે નાનેરાં બાળ

ધૂળ રજકણ થકી તો છે અમને અદકેરું વ્હાલ

કાદવથી જો ખરડાયે હાથ પગ પેટ યા કપાળ

સુખે છલકતાં મુખે મલકતાં ગુલ ગુલાબી ગાલ

           

કમનસીબે ઘરનું તળિયું છે કારપેટી કે પથરાળ

માટી લાગે મોંઘુ રમકડું; બહારે ડામરની ચાલ

પટારામાં બસ પૂરાઈ રહેવું બિછાવી કેમ જાળ?

ઈન્ટરનેટમાં દુનિયા જોવી આ તો કેવોક કાળ?

            

નાછૂટકે ટીવી વીડિયો રમી કરી વેડફવો કાળ

ખાવું-પીવું, ન રમવું-કૂદવું ઉદર ઉપાડવો ભાર

બીકણ અમે ના નિરખીને ભૂત ડાકણ વિકરાળ

નાના માંખી મચ્છરા ફરકતાં ત્યાં રડતાં અપાર

            

દોડાદોડી કરીએ ઘરમાં તો ગણતા એને ધમાલ 

ઘરવખરી ના તૂટે ફૂટે બસ રાખતા એનો ખ્યાલ

પડી આથડીને ઉછરશું તો ન બચપણ પાયમાલ 

નાનું મોટું અમ અડપલું શીખવશે કરવા કમાલ

           

સુરક્ષા દંભે સ્વાર્થ સાધી ના લેતાં ખરી સંભાળ

માબાપ ન રમત રમશો અમે ન રમકડાં કંગાળ

સંતતિ છે સંપત્તિ સાચી એ ન ભૂલો જગજંજાળ

કાદવ કમળ સમય આપો તો ન રહે હૈયાવરાળ

            

દિલાપ ર. પટેલ

ઓરેન્જ, કેલિફોર્નીયા 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s