જીવન સાધના- દિલીપ ર. પટેલ (Dilip R Patel)

દિલીપ ર. પટેલ

       

જીવન સાધના

    

સાધના મારગ  અસીમ  ને પા પા પગલી  ચાલે ચરણ

મોહમાયાની ભૂમિ લીસ્સી ને અડોઅડ ઝંખનાના ઝરણ

આંગળી પકડી પ્રાર્થનાની ને ગોકળગાય થૈ માંડુ કદમ

સ્વાર્થ-ભીની  શેવાળે લપસું કે કાંડુ ઝાલે હરિવર પરમ

         

ખાવા માવા દુનિયાદારીના ને તનાવ દર્દો તણાં ઝખમ

ખતરા  ઈલાજ  અખતરાનાં  ને  દવા દારુ  માદક મલમ

રોગ ભોગ તજવા યોગાસન ને પ્રાણાયામી શ્વાસ સુગમ

લાગણીની જાળે લપેટાઉં કે આતમ ઉકલે ઓમકાર અગમ

            

ધર્મ વર્ણ  ભેદભાવ  બધે ને ના પાપ-પુણ્યની પડે પરખ

ભૂખાતુર ભમરાને ના મધુ ને મહોલાતે પારિજાતની પરબ

પ્રભુ પામવા પ્રસરે પર્યુષણ ને પારાયણનો પાગલ પવન

ભવે બ્રહ્મભાવે ભમરાઉં કે નરમાં નારાયણ નીરખે નયન

         

દિલીપ ર. પટેલ  

Advertisements

2 Comments

  1. સુરેશઅઁકલ,
    એ પઁક્તિમાઁ,
    ‘ભગવાન પામવા મથતા ભવભવના ભુખ્યાઁ ભમરા શા જીવને અમ્રિત યાને મધુ મળવુઁ મુશ્કેલ છે જ્યારે મહાલયો યાને મઁદિરોમાઁ એ પરબોના રૂપમાઁ વપરાયા વિનાનુઁ ને ભરપૂર પૂરાયેલુઁ છે’-
    એ જણાવવા તેમજ વિરોધાભાસ વ્યક્ત કરવા પ્રયાસ કરેલો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s