લાગણીને લાગ્યો લકવો- દિલીપ ર. પટેલ (Dilip R Patel)

દિલીપ ર. પટેલ

       

લાગણીને લાગ્યો લકવો

        

લાગણીને લાગ્યો લકવો ને ભીડ વચાળે માણસ અળગો

ભાવનાને ભોગનો ભડકો ને વચ હિમાળે આતમ સળગો

       

મન મુરાદો મેલી ઘેલી ને તન મથાળે ઉપરછલ્લો ભપકો

મિલ મિરાતો છોટી મોટી ને ઘર-બાહિરે બસ બેઘર ભટકો  

        

ભેટ સોગાદો ખરી ખોટી ને પેટ પેટાળે વાઢકાપનો વકરો

સમાજ દેવો ગાંધીવાદી ને કળિકાળે બન બલિનો બકરો

         

ભવભૂમિ ભૂલ-ભૂલામણી ને લખચોરાશી લાપતા લટકો

પંચવિષયી પૂરી પજવણી ને ભ્રમર બની મારતા ચટકો

       

માયા મમતા મેઘધનુષી ને રાગભોગ ભુલાવે રંગ ભગવો

‘દિલ’  બન બહ્મ બડભાગી  કે  આતમને પરિબહ્મ લભવો   

      

દિલીપ ર. પટેલ

ઓરેન્જ, કેલિફોર્નીયા

Advertisements

2 Comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s