સુખનો તાળો – દિલીપ ર. પટેલ

સુખનો તાળો
 
રિધ્ધિ સિધ્ધિ અને સમૃધ્ધિનો કરીને સરવાળો
શૂન્યોની શૃંખલામાં અંતે શોધવો સુખનો તાળો

છાંટડો સુખ કેરો પીવા ખૂંદવો દુ:ખનો દરિયો  
મોહ મઝધારે ડૂબવું કામકાજમાં મૂકીને પાળો 

શાતાની ક્ષણ કાજ ઉદ્વેગમહીં મથવું અહોનિશ
ભવભવ ખોવા છતાં સુખનું સપનુંય ન ભાળો    

મારું મારું કરી ધન પદ પ્રેયાર્થે ફરવું જગભર     
સ્વાર્થ વેરઝેર કરતાં વેર-વિખેર ઘરનો માળો  

સેવા સદ્ભાવ રાખો સિલકમાં છે જીવનું ગણિત
સદાચારી વર્તતાં સુખમાં વીતે ભવનો ગાળો  

      

દિલીપ ર. પટેલ   

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s