ક્ષમા

       આદરણીય શ્રી. રતીલાલ ચંદરયા અને બીજા સુજ્ઞ મીત્રોની ટકોર અને સુચનોને ધ્યાનમાં લેતાં મને પ્રતીતી થઇ છે કે, 26 જુન -2007  બાદ અહીં પ્રગટ થયેલ દીવંગત તેમજ હયાત કવીઓની કૃતીઓ તેમની કે તેમના વાલી વારસોની પરવાનગી વગર ઉંઝા જોડણીમાં પરીવર્તન કરીને પ્રગટ કરવામાં આવી તે મારી અંગત ભુલ હતી. આ માટે હું સર્વેની ક્ષમા માંગું છું. ભવીષ્યમાં શું કરવું તેની જાહેરાત સર્વે તંત્રીઓની સહસંમતી બાદ કરવામાં આવશે.

       પ્રકાશીત કરવામાં આવેલ કવીતાઓ આ રજુઆત બાદ બે દીવસમાં દુર કરવામાં આવશે.

સુરેશ જાની

20 Comments

 1. મુરબ્બીશ્રી એમ એમ પટેલ, આપનું ઇ-મેલ મળ્યું ન હોવાથી દાદાની ક્ષમા સાથેની ટીપ્પણીઓમાં આ લખવું પડે છે. ક્ષમા યાચુ છું દાદા. આપની જાણ ખાતર, ઇ-મેલ ચર્ચામાં મેં મારા અભીપ્રાયો રજુ કરેલાં જ છે (ગુજરાતી-પોએટ્રી ગ્રુપમાં). પટેલની જીભ ધારદાર વાતો કહે છે, પરંતુ ઠાલી વાતો નહી. સદગુણો અને અવગુણોનું લીસ્ટ ના બનાવીએ તો સારું. તુંડે તુંડે મતીર્ભીન્નાઃ.

 2. માફ કરશો મિત્રો,

  એક જ વખત લખવાની ઈચ્છા હતી પણ બીજી વખત લખી રહ્યો છું..
  અહિંયા કોઈ વિષય નથી કે વાદ-વિવાદ કરી શકાય..

  હા સુરેશભાઈને વિનંતી જરૂર કરી શકાય કે બ્લોગ પર વાદ-વિવાદ નામનો નવો વિષય શરું કરો પણ ત્યાં સુધી મિત્રો ઉપર લખેલા વિષયને માન આપી જલદ શબ્દપ્રયોગથી દૂર રહો…

 3. એસ.કુમાર સાહેબ મહેરબાની કરીને આપની જોડણીના પ્રયોગની તતૂડી ફરીથી શરુ નહીં કરશો. બહુજ ઉર્જા ઉભરાતી હોય તો તમે તમારો પોતાનો બ્લોગ શરુ કરો અને અમારી ઉંઝાની સૂગ દૂર કરો. આમાં જાની સાહેબને હાથા બનાવી દેવાની વાત વ્યાજબી નથી. બીજું કે અન્ય બ્લોગરો પર વળતા પ્રહાર કરી સદભાવનો સેતુ તોડવાનો પ્રયાસ ન કરો. કોઇ કવિના કાવ્યસંચય કે અન્ય મેગેઝીનમાંથી એકાંતરે રચનાઓ લઇ બ્લોગીંગના નિયમો પ્રમાણે છાપવી એ ઇરાદા પૂર્વકના ડિસ્ટોર્શનથી ભિન્ન છે. આ બન્નેને ફરીથી જોડીને જાની સાહેબનો આપની (અથવા આપના સંગઠનની) ઇચ્છા મુજબ એક હથિયાર તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી.

  અને ચિરાગભાઇ આગલી ચર્ચામાં આપ ગેરહાજર હતાં જયાં ખરેખર ડીબેટ હતી; નવા પ્રયોગની જો તમને પટપટતી તો ત્યારે સુરેશભાઇની વહારે કેમ ન આવ્યાં?. અહીં વિવાદ અંત અને સુમેળ સાથે શરુઆત હતી પણ આપ જેવા લોકો એને પણ આડાપાટે ચડાવે છે. હવે સુરેશભાઇને હોળીનું નાળિયેર કરવાની બિલકૂલ જરુર નથી. આપ આપના પૂજ્ય પિતાશ્રીની રચનાઓ પર છૂટથી પ્રયોગો કરો.

 4. આપે જે કહ્યું તે યોગ્ય જ છે. પણ આપ જે નવી રચનાઓ મુકો એમાં પ્રયોગ જારી રાખશો તો ગમશે. ઉપરની ટીપ્પણીઓમાં દરેકે આપની ક્ષમાને વધાવી લીધી છે, પરંતુ એમાં ઘણાં ‘સાર્થ’દર્શીઓ પોતાની જીત થયેલી જુએ છે, એ ઠીક ના લાગ્યું. દરેક ભાષામાં પ્રયોગો થાય એ ખુબ જ આવકારદાયક ઘટના છે. જ્યારે વિદ્યાલયોમાં ભાષા-પ્રયોગશાળા શરુ થશે ત્યારે નવી ક્રાંતી શરુ થશે એમ લાગે છે.

 5. આદરણીય સુરેશભાઈ,
  વીવેક વગરનો વીરોધ કેવો હોઈ શકે તેનો દુઃખદ અનુભવ થઈ ગયો. મારી વીનંતી છે કે, કોઈપણ નીર્ણય લેતાં પહેલાં મીત્રો સાથે અંગત ચર્ચા કરજો.જેમણે આક્રોશ ઠાલવેલો તે મીત્રોનો હેતુ અન્ય કવીઓની રચનાઓ ઉંઝામાં છાપવા માટે મંજુરી લેવા બાબતના પ્રશ્ન પુરતો મર્યાદીત હતો કે જોડણીના નવા પ્રયોગો પ્રત્યેની સુગ માત્ર હતો તે વીચારવું પડશે.બાકી ગુજરાતી બ્લોગરો કોઈ કવીની રચના મુળ જોડણીમાં છાપતા હોય તો પણ બ્લોગ પર મુકવા માટે મંજુરી લેતા હશે કે કેમ? મને ખબર નથી.જો ‘હા‘ હોય તો આનંદની વાત છે. અહી આક્રોશ પુર્ણ રજુઆત કરનારા મીત્રોની ભાષા પ્રત્યેની લાગણી ગમે તેટલી તીવ્ર હોય, રજુઆતની ભાષા સુસંસ્કૃત માણસને છાજે તેવી હોવી જોઈએ. મીત્રો આ બાબતે પણ દીલ પર હાથ મુકી ચીંતન કરજો.

 6. सुरेशभाई,
  धन्यवाद! आपे सीद्ध करी आप्युं के उंझा-समर्थको जडबुद्धीना अने झनुनी नथी ( बेशक, कोईक हशे पण खरा जेम के उंझा वीरोधीओ पण एवा हशे). आपणे कॉपीराईट वीषये अवश्य जाग्रत रहेवुं घटे. अने जे कवीताओ आवीज गई छे तेना रयचीताओनी अनुमती मेळवी लो अने न मळे तो प्रचलीत जोडणीमां आपोने! आपणने एमां शा माटे कोई छोछ राखवो! जोडणीने आपणे एक व्यवस्था गणीए छीए – पछी ए व्यवस्था आवी होय के तेवी, शो फरक पडे छे? प्रश्न गुजराती साहीत्यनो रसथाळ पीरसवानो होय त्यारे आ जोडणीनी वोत तो तद्दन गौण लेखवी जोईए एवो मारो नम्र अभीप्राय छे.
  नीशीथ

 7. રોગ ઉપરતો ડોક્ટરની કડવી દવાઓ પણ લેવાય.
  દરદી ના ગમે તો પણ પી જાય અને સાજો થાય.
  ચાલો સારું થયું;રોગ ગયો અને દરદી સારો થયો.
  દરદી એક ને ડોક્ટરો અનેક,કેવો સારો ઘાટ થયો!

  વાત થઈ પૂરી.
  ખાધું,પીધું ને રાજ કર્યું.

  એ આવજો ને હુંશે રે’જો!

  Good Bye Good Bye,
  TaaTaa TaaTaa
  All’s well that ends well!

  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

 8. ચાલો સુરેશભાઇ દેર આયે દુરસ્ત આયે. આ પટેલની ધારદાર જીભને માખણ લગાડતા નહીં આવડે પણ તમારા માટે માન થયું. વ્યાકરણને ગુજરાતમાં બેઠેલા પાણિનીઓને સોંપી આપણે મસ્તીથી મજા કરોને યાર. ગુજરાતી કવિતાના મોતી ખોબે ખોબે વેરો.

  અને કાકાજી તમે વાત સમજ્યા નથી. આ જગતમાં કોઇ બત્રીસ લક્ષણો નથી- તમેય નહીં, હું ય નહીં અને આ કોઇ બ્લોગરો ય નહીં. કોઇ ૯૯ સદગુણના વખાણથી છકી જાય અને ૧૦૦મો અવગુણ અપનાવે તો એ તરફ ધ્યાન દોરવાની સાચા મિત્રોની ફરજ છે જ.
  અને મિત્ર કાર્તિક ખીખી ખીખી દાંત કાઢવાથી અને બીજા બ્લોગરોને ઘેંટા કહી રંધો મારવાથી ગરમ ઊનજ મળશે ને એ ય ઠંડીમાં ધાબળા વણવા કામ લાગશે.

 9. શ્રી જાની સાહેબ,

  આપના અને મારા વચ્ચે થયેલા પત્ર વ્યવહારમાં તમે લખેલું “હું 64 વર્શનો છું – છતાં પરીવર્તન માટે સદાય તૈયાર રહું છું.” ખરેખર તમે કરી બતાવ્યું.

  બ્લોગ પર કદાચ સહુંથી વધુ આકરા શબ્દો મારા તરફથી હતા, પત્ર વ્યવહારમાં લખેલું અત્યારે જાહેરમાં લખું છું “વડિલવર્ગની વ્યકિત જોડે બ્લોગ પર આકરા લાગે તેવા શબ્દોમાં વાત કરવા બદલ માફી માગું છું..”

  જાની સાહેબ તમારા કરતા જીવન અડધું પણ નથી જોયું સલાહ આપવાનો કોઇપણ હક નથી મને, પણ મારું મંતવ્ય રજુ કરું છું શ્રી ટી પી ‘તનુનપાત’જી એ જણાવેલો મધ્યમ માર્ગ કદાચ આગળ ક્યારેય આવો ટકરાવના થાય તેના માટે વધુ સારો છે..

 10. આદરણીય સુરેશભાઇ(મામા),

  મારા અંગત મંતવ્યથી ઉઠેલા વિરોધના વંટોળ બદલ આપને જે તીખા શબ્દો અને માનસિક યાતના સહન કરવી પડી એ બદલ હું આપની માફી માંગુ છું. વિવેકભાઇને જ દોહરાવતા, આ મતભેદ ફક્ત અન્ય કવિઓની માન્યતાઓ અને ગૌરવ અક્ષુણ્ણ રહે તે પૂરતો જ હતો. આમાં ક્યાંય મનભેદ નથી.

  આપે મોટું મન રાખી સાથી મિત્રો તથા અન્ય સર્વેના અભિપ્રાયોનો લોકશાહીને છાજે એ રીતે આદર આપી સ્વીકાર કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે સાચે જ એક મુઠી ઉંચેરા વડીલનું ગૌરવ પ્રાપ્ત કરી લીધું છે. ગુજરાતી બ્લોગ જગતમાં આપના યોગદાનને કોઇ નજર અંદાજ કરી જ ન શકે. આપનો પરિચય બ્લોગ એ બ્લોગ જગતમાં એક શિરમોર છે.

  આ સાથે કવિલોકના સહતંત્રીઓ અને મારા જૂના મિત્રો દિલીપભાઇ અને જયેશભાઇની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો એ બદલ પણ માફી ચાહું છું.

  આ બ્લોગ ચાલુ જ રહે અને આપના જોડણી પ્રયોગને પૂર્ણ અવકાશ રહે એવી શુભેચ્છા સાથે આ સમગ્ર ચર્ચાને તટસ્થ દૃષ્ટિકોણ આપતું ટી પી ‘તનુનપાત’નું સૂચન આવકારું છું.

 11. દાદા

  ગુજરાતી બ્લોગ જગતમાં તમે જે યોગદાન આપો છે તે કોઈના પણ ગજાની બહાર છે, અને તમારી સામે થયેલ વિરોદ્ધનુ વંટોળ પણ વાજબી હતુ, પણ આ બધાથી એક વાતની પ્રતિતી થઈ કે હજી પણ ગુજરાતી બ્લોગર્સ એકની પાછળ બે.. એમ જ દોડે છે.. કોઈ એક જો તિખી કોમેન્ટ આપે તો તેને સમર્થન આપવા બીજા બે દોડે.

  આંખે ને કઠે એવી બાબત એ લાગીકે આ લોકોએ તમે ગુજરાતી બ્લોગ જગતને આપેલ યોગદાનને પણ નજર અંદાજ કરી ને તમને ચાબખા મારવામાં દોડા-દોડી કરવા માંડ્યા, જેમ અહિયા સાઉદીમાં સજા માટે જડ નિયમો છે તેમ બધા તમોને પત્થર મારવા દોડવા માંડ્યા.. ખરેખર આ એક કડવી અને મનને વ્યથિત કરતી વાત બની ગઈ.

  શુભેચ્છાઓ…

 12. શ્રી ઉત્તમભાઈએ સુરતથી આ સંદેશો મોકલાવ્યો છે:

  વહાલા સુરેશભાઈ,

  સૌ પ્રથમ મારા અને રતીભાઈના ધન્યવાદ…

  તમે તેના સાચા અધીકારી છો…

  અમે તમને ચાહીએ છીએ..

  ભુલ તો થાય…જીવન જ એવું છે…કોઈ સર્વજ્ઞ નથી…

  તમે તમારી જાતથી જ ઉત્તમ ઉદાહરણ આપ્યું…

  જે જે સ્નેહી મીત્રોએ મીઠી ટકોરથી કે જરા તીખા શબ્દથી તમને આ દીશામાં દોર્યા તેમનો પણ અમે તો દીલથી આભાર માનીએ..

  તમારું કામ ખુબ યશસ્વી બની રહો; નારાજ મીત્રો પણ ખેલદીલીથી તમારી સામે પુનઃ મૈત્રીનો હાથ લંબાવે અને સૌ સાચા મીત્રો બની રહીએ એ જ પ્રાર્થના….

  ..ઉત્તમ અને મધુ.. સુરત..uttamgajjar@hotmail.com

 13. क्षमा वीरस्य भूषणम् ।

  પ્રિય સુરેશભાઈ,

  ગુજરાતી ભાષા તરફની તીવ્ર લાગણીના ધસમસતા પ્રવાહના કારણે જો કશું અજુગતું લખાઈ ગયું હોય તો હું પણ સૌપ્રથમ આપની ક્ષમા યાચી લઉં છું…

  …અન્ય કવિઓનું ગૌરવ ખંડિત ન થાય માટે જ એ શબ્દાચાર કર્યો હતો…

  શુભેચ્છાઓ…

ટિપ્પણીઓ બંધ છે.