ખાણી પીણી દે દર્દની લ્હાણી – દિલીપ પટેલ (Dilip Patel)

ખાણી પીણી દે દર્દની લ્હાણી
           (છંદ: મંદાક્રાંતા)

ખાઈ પીને કસરત વિના માણતાં લોક ભોગો
રિધ્ધિ સિધ્ધિ રહન-સહને આવતા થોક રોગો
ક્ષુધા વિના  જઠર ગટરે  નાખતા માલ ખોટો
પાકા ભાણે  ઉદર ભરીને નાચતા ફોક યોગો

ઠાંસીને લે  મધુરસ જગા  હો જરી હોજરીમાં
ખાંસી એ દે જલદ રસ થૈ દર્દ આણી દઝાડે
ફૂગ્ગો ફૂલી દબદબ કરે વા છૂટો ના જ થાયે
હાંફી હાંફી ચુરણ લઈને શૌચ વિધિ પતાવે

મેદસ્વીતા ચય અપચયે વિકૃતિ જુઓ આણે
કોલેસ્ટેરો લ દિલ દર્દ દૈ થાય ભેગી નશોમાં
હાઈ બી પી દરદ લકવો  થૈ પિંડને પ્રજાળે
ડાયાબીટીસ લહુ મધુ દે; જીન્દગી ખાટી ભાળે

જીવે ખાવા વિષયવિષ ને ઈન્દ્રિયોથી મરેલા
સત્વ છોડી  રસ બસ ગ્રહે  ખાંડ મેદે ભરેલા
નાડી ભાગે ઝડપી; પગલાં પિંડ રે માંડ માંડે
તેજસ્વીતા તન મન મહીં લાગતી ના લગારે

ખાણી પીણી શરીર મનને દે દર્દ કેરી લ્હાણી
કાયા માયા વિષય લભતાં જાનનું થાય પાણી
મિતાહારે  સંતુલિત જમી  દેહની શુધ્ધિ આણો
પ્રવૃત્તિમાં  રત રહી સહુ  શતાયુ સિધ્ધિ માણો

દિલીપ ર. પટેલ

Advertisements

3 Comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s