એક ડોક્ટરની પ્રાર્થના

એક ડોક્ટરની પ્રાર્થના

એ મોટી વિડંબના છે ભગવાન,
કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી પર છે;
પણ એ મારું સદભાગ્ય પણ છે
કે લોકોની પીડા દૂર કરવાની
એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની
એક ઉત્તમ તક તેં મને આપી છે.
મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.
એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું
એવી મને શક્તિ આપજે.
દરદીને હું, મારી આવડતની કસોટીનું સાધન ન ગણું;
રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું;
કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું;
તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું.
તેનો ઉપચાર કરતાં,
તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉં
એવી મને સદબુધ્ધિ આપજે.
તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈને સાંભળું;
તનની સાથે તેના મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં;
નિદાન અને દવા ઉપરાંત,
આશા અને આશ્વાસનના બે સ્નેહાળ શબ્દોની પણ
તેને ખૂબ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં;
તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વાભાવિક ચિંતા
અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું –
એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.
આ વ્યવસાય પુણ્યનો છે,
પણ તેમાં લપસવાનું પણ ઘણું છે;
તેમાં હું મારી જાતને જાળવી રાખું.
ગંભીર નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે
વ્યાવસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા
અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની
ભૂમિકા વચ્ચે સમતોલપણું જાળવી શકું
એવાં મને વિવેક અને સ્થિરતા આપજે.
અને આ બધોયે વખત
સૌથી મહાન ઉપચારક તો તું જ છે,
સ્વસ્થતાનો સ્ત્રોત તારામાંથી જ વહી આવે છે
હું તો માત્ર નિમિત્ત છું
એ હંમેશાં યાદ રાખી શકું
એવી મને શ્રધ્ધા આપજે.

સાભાર: અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2

સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ- 380004 

Advertisements

5 Comments

  1. પિંગબેક: એક ડોક્ટરની પ્રાર્થના | Piyuninopamrat's Blog

  2. બહુ જ જાણીતી આ પ્રાર્થના અનેકાનેક લોકોએ અને સંસ્થાઓએ પોતાના કાર્યક્ષેત્રમાં ઉપયોગમાં લઈને એને સંભારી છે. આ પ્રાર્થનાએ અનેકોને આકર્ષ્યા છે. અહીં આપણા બ્લોગજગતમાં એનું સ્વાગત.

    એક ડૉ. દ્વારા સૃષ્ટિના સૌથી મોટા ચિકિત્સક અને ઉપચારકને કરાયેલી આ પ્રર્થના સાચા અર્થની પ્રાર્થના છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s