ગર્વ હું કરતો નથી, એ વાતે હું મગરૂર છું;
જાણતો ના હું જ મુજને, એટલો મશહૂર છું.
તારી પાસે પ્ હોંચવાની વાત કોરાણે પડી,
હું જ મારાથી હજી તો કેટલોયે દૂર છું!
આંખડીનાં તેજ મારાં સાવ છીનવાઈ ગયાં,
અંધ થઈને આથડું છું તોય તારું નૂર છું.
કાં તો હું તારી દઈશ, ને કાં તો હું તાણી જઈશ,
દર્દનો દરિયો છું ને હું પ્રીત કેરું પૂર છું.
સાંભળી તું ના શકે તો વાંક છે તુજ કાનનો,
બંધ હોઠે રાતદિન ગુંજી રહેલો સૂર છું.
હું જ સૂફી-સંત છું, જલ્લાદ કાતિલ હું જ છું,
જેટલો હું છું દયાળુ, એટલો હું ક્રૂર છું.
હાથ મુજ લોખંડી કિસ્મત, આખરે હેઠા પડ્યા,
જેટલો મજબૂત છું હું એટલો મજબૂર છું.
‘કિસ્મત’ કુરેશી ( ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી)
જીવનકાળ: મે 20, 1921- જાન્યુઆરી 8, 1995
Advertisements
આપ સહુને જણાવતા ગર્વ અનુભવું છુ કે આખરે પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે. હું આપને જોડવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ. http://www.pratilipi.com
ખૂબ સુંદર ગઝલ.
એમની જ બીજી અનન્ય ગઝલ જુઓ
–
http://layastaro.com/?p=2191