અમને ગુરુ મળ્યા છે ગરવા – મનુભાઈ ત્રિવેદી (Manubhai Trivedi)

અમને ગુરુ મળ્યા છે ગરવા

અમને ગુરુ મળ્યા છે ગરવા –
એના શબદ ગયા સોંસરવા:
અમને ગુરુ મળ્યા છે ગરવા.

આભ અવાકની વાણ સુણાવી,
ઝમ્યા નેહ મેઘરવા;
ટીપે ટીપે ધાર ઝવી, એને
ઝીલી થયા અમે નરવા.
અમને ગુરુ મળ્યા છે ગરવા.

અંબરથીય અતિ અતિ ઊંચે
બાંધ્યા ચિત્ત ચંદરવા;
મન માંડવડે મનહર જ્યોતિ
જળી રહી તમ હરવા.
અમને ગુરુ મળ્યા છે ગરવા.

શબદ સોંસરવા સર્યા મૌનમાં,
મોંઘે મોત એ મરવા;
સદ્ ગુરુ, અમને જુગતિ બતાવો
પંડ પાર પરવરવા.
અમને ગુરુ મળ્યા છે ગરવા.

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ / ‘ગાફિલ’
જીવનકાળ: જુલાઈ 27, 1914 થી એપ્રિલ 9, 1972

3 Comments

 1. શબદ સોંસરવા સર્યા મૌનમાં,
  મોંઘે મોત એ મરવા;
  સદ્ ગુરુ, અમને જુગતિ બતાવો
  પંડ પાર પરવરવા.
  અમને ગુરુ મળ્યા છે ગરવા.

  THANKS TO READERS KNOW THE LOVE FOR THE TEACHER!!
  WE PUT HIS POEM IN DADAJI’S “TULSIDAL.”

 2. પિંગબેક: Amane Guru malya…. « તુલસીદલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s