પરમને પંડમાં ચાખ – દિલીપ પટેલ (Dilip Patel)

પરમને પંડમાં ચાખ  

આતમ આરસીમહીં નીરખ મનવા તું ખોલીને અંતર આંખ
નહીં કોઈ દીસે તહીં તવંગર કે નહીં કોઈ મહારાજા કે રાંક

ભેદભાવ તો ભ્રમણામાં આવ્યા સાથ લાવ્યા કબર ને કાંધ 
અહીં ના મારું-તારું ન જાત નૂર ભરપુર થશે દ્રષ્ટિની ઝાંખ 
 
રંગ રૂપ બાળ વૃધ્ધ યુવાન જાન જાતાં રળશે રજ ને રાખ
જગતની પેલી પાર જવાશે ધારીશ જો પ્રેમ રહેમની પાંખ   
  
જનમાનસ્ તો સમ સર્જાયા ભેદમાં છે જોગ સંજોગનો વાંક 
જગ સંસાર જનમાં બસ સમાયા તેજ ધરા વારિ વા આભ
  
ઘટ કટોરી રંગી છોને લાલ બહારે તો ઢોળજે અમી ગુલાલ
રણદ્વીપમાંય એતો ગુલાબ ખીલવશે વળી રેત બનશે કાંપ
 
મોહ મમત માયા જો મરશે  ખુદગરજી ખરશે  થઈને ખાખ  
બ્રહ્મમય ‘દિલ’ રોમ રોમ બનશે પ્રીત્યે પરમને પંડમાં ચાખ

દિલીપ પટેલ  

Advertisements

2 Comments

  1. વ્હાલા દિલીપભાઈ ,
    કોઈ વખત જોયા કે મળ્યા નથી છતા વ્હાલા સંબોધન થયું કદાચ એનું કારણ એ હશે કે , ગુજરાતીઓને એકઠા કરવાનો નહિ પરંતુ ભેગા કરવાનો શબ્દ વાંચ્યો. હશે …તમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા મારા ભાઈ ..બે બાબત કહું છં હકક થી,…1, ગુજરાતી વેબસાઈટોના સરનામા સાથે gujratilexicon કે bhagwadgomandal નું નામ ઉમેરજો અને હોમપેજ પર ઉપરના ભાગે contact us કે સંપર્ક ની લિંક મુકાવજો જેથી ગમે ત્યારે ચાલતા ચાલતા બે શબ્દો ની આપલે થાય. ફરીથી ખુબ ખુબ ધન્યવાદ.. जीओ मेरे भाई..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s