પ્રીત્યું તો.. – વજુભાઈ ટાંક (Vajubhai Tank)

પ્રીત્યું તો..

પ્રીત્યું તો શ્રાવણની સાંજ, મોરી શૈયર,
પ્રીત્યું નંઈ વૈશાખી રાત.
પ્રીત્યું તો રામકલી રાગ, મોરી શૈયર,
પ્રીત્યું નંઈ વેવારી વાત.

નેણાં તો ઘૂઘવતું ગીત, મોરી શૈયર,
નેણાં નંઈ મરજાદી વેણ.
નેણાં તો સાગરનો છાક, મોરી શૈયર,
નેણાં નંઈ વીરડીનું વહેણ.

સમણાં તો સોનેરી આભ, મોરી શૈયર,
સમણાં નંઈ રુદિયાની રાખ.
સમણાં તો જીવતરનો ફાગ, મોરી શૈયર,
સમણાં નંઈ નીતરતી આંખ.

જોબન તો સુખડાનાં શીત, મોરી શૈયર,
જોબન નંઈ બાવળની શૂળ.
જોબન તો ડોલરની ગંધ, મોરી શૈયર,
જોબન નંઈ આવળનું ફૂલ.

પરણ્યો તો પાંથીનો રંગ, મોરી શૈયર,
પરણ્યો નંઈ આછકલી યાદ.
પરણ્યો તો કંકણનો સૂર, મોરી શૈયર,
પરણ્યો નંઈ સોરાતો સાદ.

વજુભાઈ ટાંક
જીવનકાળ: ઑગષ્ટ 18, 1915 – ડિસેમ્બર 30, 1980

2 Comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s