અમે રે ઉંદર
અમે રે ઉંદર
નથી શૂરા અમે સિકંદર
નથી ધનુર્ધર ગજવતા અંબર
છતાંએ અમે મગરુર તવંગર
લપાતા કોતરતા અમે રે ઉંદર
કેસરીની હાકોથી અમે અજાણ્યા
ના હાથીની વિશાળ કાયા
છતાંએ આરો ગીએ નીત મેવા
સમાજે પોષેલા અમે ઉંદર એવા
નથી સંત કે નથી નેતા
છતાંએ ઘરમાં સઘળું લાવીદેતા
રાજપાટના વૈભવ ભોગવીએ સુંદર
સરકારી ખાતાના લાડીલા ઉંદર
પહેરીએ કાળાં ચશ્માં આંખે
ફુંકીફુંકી કાતરીએ સૌને વહાલે
પ્રસાદ મળે અમે રીઝતા સુંદર
કળિયુગના અમે અવતારી ઉંદર
અમને લાગે સિંહ બિચારા વગડે
કરવા ક્ષુધા તૃપ્ત ફરે અંધારે
માગું હરિ ભાવધરીને અંતર
ભવોભવ બનાવજો કળિયુગી ઉંદર
રમેશ પટેલ ‘આકાશદીપ’
Advertisements
માણવા લાયક વ્યંગ. સરસ નવો જ વીચાર.