પતંગ પર્વ – રમેશ પટેલ ‘આકાશદીપ’

પતંગ પર્વ  

પતંગ પર્વે મસ્ત ઉમંગે, હવામાં હરખના જંગ
પવન સપાટે આકાશે મલકે,ફુલ ગુલાબી રંગ

ચઢી છાપરે હિલોળા લેતું નગર દેતું સાદ
વાયા વાયરા ને હાલ્યા પતંગ,ઊંચે ઊંચે આભ

પતંગ બાજો પેચ લડાવી,લપટાવે આનંદ અંતરીયાળ
આકાશે જઈ હૈયું હરખે, જોઈ તોફાની ઢાલ

નયન નખરાળાં ગોગલ્સે ઝીલે,હસતો ખૂલતો પ્પાર
ભૂલકાં મોટેરાં સાથે માણે,લાખ લાખેણો લાભ

લઈ રંગીલી દોરી ફિરકી ગગન ગજાવે મોજ
પવન પાવડી હરખ પદૂડી, ખોજે પ્રતિદ્વંદીની ઝોલ

પતંગ રસીયા દોરી ખેંચી મચાવે સમરાંગણના શોર
કાપ્યો કપાયાના નાદોથી ગગન ભાવ વિભોર

ઉત્તરાયણે સૌને વહાલી જલેબી ઊંધીયા ઉજાણી
સર્વધર્મનું સહિયારું પતગ પર્વ,લાગ્યું રે ગુજરાતી

રમેશ પટેલ ‘આકાશદીપ’

—————————————————-

ધરમ

તારો ધરમ મારો ધરમ,
ધરમની વાતો કરી છોડો ધરમ,
મનમાં હીંસા, નયનમાં દ્વેશ
કરુણા વગરનો કેવો ધરમ.

ઉરમાં ના લાગણી, લોભની છે માગણી
સ્વાર્થની રમણતામાં કેમ પામો ધરમ,
અપકાર કરતાં ના ખટકે દિલડાં ,
તો ધરમ નો શો જાણ્યો મરમ.

વતનની શાખ, જનેતાની લાજ,
શીર સાટે તોલે એજ સાચો ધરમ,
ત્યાગની મહત્તા, તપની સાધના,
જીંદગીમાં જાણો તો માણો ધરમ.

વાણી વર્તન, પ્રભુને અર્પણ્
સકળ હીતે રાજી એજ પ્યારો ધરમ,
માનવી થઈને માનવને ચાહવો,
એજ સંસારનો દૈવી ધરમ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Advertisements

2 Comments

  1. પિંગબેક: પતંગ પર્વ – રમેશ પટેલ ‘આકાશદીપ’ « આકાશદીપ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s