લાગે એકલવાયુ

લાગે એકલવાયુ

રુદિયાની દુનિયામાં એવું વાગે  રે  લાગે એકલવાયુ
વાસંતી વયે વેરણ વાયુ  થરથરે ઠાલી  છેરણ આયુ

નૈન તો રોઈ હેરાન પંખી કોઈ ના આવે જોઈ વેરાન
વાન ખોઈ બેઠો તાન માનપાન બસ પાનખરી પાયુ

ભરતી ઓટ તો સાગર વાત મારી રેત રણની જાત
દોસ્ત મિરાઝી ભોમ વિરાગી ખાતર ભલે ખપનું વાયું 

લાગની લાત  વગ વેતરણની નાત  કરે મને મહાત    
કુરુક્ષેત્રે પાર્થસારથિ ભલે  ઘટમાંહે નામ કાનજી છાયુ 

જોઈ આ ભવની ભવાઈ જીવ તો ચાહે સગાઈ સવાઈ
પણ નૈનની ખાલી ખુલ્લી શેરીએ રે શમણુંયે ન માયું 

સુવર્ણ લંકામાં ન થઈ નિરાશ સીતા શો વેઠું વનવાસ
થતું ભગ રે ભવથી જડાયું મદદે આવશે કોઈ જટાયુ

આંખે આંખ જોવા દિલે દિલમાં ખોવા રહું મુસ્તકીન
હૈયું મારું નવરું ન્યારું ભાવશે કોઈક જે પ્યારું મનાયું

રીત પ્રીતની ભરી તવાઈ દિલ  વાત ન નરી નવાઈ
ઉચ્શ્વસી આમ અંગારવાયુ ગાણું આ ઘટઘટનું ગાયું

દિલીપ પટેલ  

વેરણ- વિખેરાયેલું 
છેરણ- બીકણ
વગ- મોટાઓની સાથેનો સારો સંબંધ
વેતરણ- ગોઠવણ   
તવાઈ- મુશ્કેલી

Advertisements

4 Comments

  1. મિરાજી એટલે મૃગજળ જેવાં ભ્રામક . જોડણી દોષ માટે ક્ષમા યાચું છું. મિરાજી ને બદલે મિરાઝી હોવું ઘટે. ગુજરાતી લેક્ષીકોન મારફત ધ્યાનમાં આવ્યું. ભુલ સુધારી લઈશ. આપનો તેમજ ગુજરાતી લેક્ષીકોનનો આભાર.

  2. ડૉ દિલીપ ભાઈ
    ગહન ચીંતનથી ઉદભવતું કવન તમારું છે.જીવન સાગરે હંકારાતી નૌકાને વિશ્વાસનો
    સંદેશ અને દિશા ચીંધતી મજાની રચના.
    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s