વાહ શૂન્ય – રમેશ પટેલ ‘આકાશદીપ’

કવિલોકને વૈવિધ્યસભર નવીન રચનાઓ પૂરજોશે પહોંચાડનારા પ્રિય કવિઓ એવા રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’ અને ડૉ. જગદીપભાઈ નાણાવટીએ આ અઠવાડિયામાં મોકલેલાં બન્ને કાવ્યો જોગાનુજોગ શૂન્યથી શરૂ થાય છે.. તો માણો રમેશભાઈની રચના! 

શૂન્ય હું શોધું તને, ક્યાં છૂપાયું તું જગે
ધારું તને હું શુન્ય તો, તું વિરાટ થઈ હસે

કહે બધા શૂન્યના સરવાળા કરે કંઈ ના વળે
જો શૂન્યની અવગણના કરો, પૂર્ણ વિરામ પામો તે ક્ષણે

ના મને ઉમેરી શકો કે ના બાદ કરી શકો તમે
પણ જો સાથ દો મને, ખુદ મૂલ્યવાન થઈ જાશો તમે

શૂન્યમાં શું છે કે કંઈ નથી, એ સમજાતું નથી મને
શૂન્યમાં સૂતું છે વિશ્વ, વિલય સર્જન સંગે જગે રમે

શૂન્ય છું ભાઈ શૂન્ય, પણ અજાયબ શક્તિ છું
શૂન્ય દિસે અવકાશ એટલે તો હું અનંત છું

શૂન્ય એ શૂન્ય જેવું, તમે સમજો તેમ નથી એ
શૂન્યમાંથી સુષ્ટિ રચાઈ ને શૂન્યમાં જઈ વિરમે

શૂન્ય છું ભાઈ શૂન્ય, ના હસો વિરમો જરા
આતમનો એકડો લોપાશે, તો તમે પણ શૂન્ય છો ભલા

વાહ! શૂન્ય! શૂન્ય સમજી જ્યારે વિચાર્યું
તું અસ્તિત્વ થઈને સામે ઊભું
શૂન્ય તને કેવી રીતે શૂન્ય કહું
વિરાટનું લઘુ રુપ લઈ તું અવતર્યું

રમેશ પટેલ ‘આકાશદીપ’

Advertisements

13 Comments

 1. શૂન્ય કવિતાની રચના કંઇક વિશેષલાગી. શૂન્ય પાલનપૂરી ની ગઝલની મજા માણી.વિશેષ
  શૂન્ય માટે ચિરંજીવી નો આકાશદીપનો ઈલકાબ ચાર ચાંદ લગાવી ગયો.આ વી સુંદર રચનાઓ કવિલોક ઉપર મૂકવા બદલ ધન્યવાદ.
  પ્રતિમા

 2. શ્રી દિલીપભાઈ,
  શૂન્ય વિશે વિશેષ…

  છું હું શૂન્ય, પણ થઈ સેતુ, રચું હું અનંત બિન્દું
  અજાયબ ભરતક્ષેત્રની દેન, થઈ ચીરંજીવ, પૃથ્વીલોકે રમું હું
  શાસ્ત્રોએ પ્રમાણ્યા છે ચીરંજીવી, વિભીષણ ,અશ્વત્સ્થામા ને હનુમંત દેવા
  આકાશદીપ વદે,દિઠા ચોથા ચિરંજીવી શૂન્ય, યુગવર્તી કરતા મહાસેવા.

  રમેશ પટેલ(આકાશદીપ

 3. ખરેખર તમારી કવિતા ખૂબ જ ગમી. અને ખાસ કરીને જેમાં પ્રાસ બેસે છે કવિતા ખાસ, જેમકે જુદી જીદગી છે મિજાજે મિજાજે
  જુદી બંદગી છે નમાજે નમાજે

  ખરેખર ખૂબ જ સરસ.

 4. કહીદો મોત ને ના મૂકે હોડમાં નીજ આબરૂ,
  ’શૂન્ય’ છું માર્યો કોઇનો હું કદી મરતો નથી.

  ‘શૂન્ય’ પાલનપુરી

 5. કહીદો મોત ને ના મૂકે હોડમાં નેજ આબરૂ,
  ’શૂન્ય’ છું માર્યો કોઇનો હું કદી મરતો નથી.
  ‘શૂન્ય’ પાલનપુરી

 6. શૂન્ય વિશે સહજ રીતે ,આટલું સુંદર કવન પ્રથમવાર વાંચવાનો લાભ કવિલોકમાં મળ્યો.
  અનેક સવાલોના જવાબ કોણ શોધી શકશે?આપણેજ શૂન્ય થઈ ગયા ભાઈ.
  ધન્યવાદ શ્રી રમેશભાઈને.
  વિતલ પટેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s