શૂન્ય છું – ડૉ. જગદીપભાઈ નાણાવટી

કવિલોકને વૈવિધ્યસભર નવીન રચનાઓ પૂરજોશે પહોંચાડનારા પ્રિય કવિઓ એવા રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’ અને ડૉ. જગદીપભાઈ નાણાવટીએ આ અઠવાડિયામાં મોકલેલાં બન્ને કાવ્યો જોગાનુજોગ શૂન્યથી શરૂ થાય છે.. તો માણો ડૉ. જગદીપભાઈ નાણાવટીની રચના! 

શૂન્ય છું, તો પણ ભરોસો છે મને
એક-તારો સાથ હો, તો દસ બને

લાગણી, શબ્દો હુંફાળા ને ગઝલ
જે હતું આપી દીધું, મારી કને

વારતા ટૂંકી, અને પ્રસ્તાવના
એક આખો ગ્રંથ હો એવું બને

આંખની પિછાણ પણ ન્હોતી છતાં
ઓરતા એવા કે બસ મળવું તને

મૌનની ભાષા હતી મારી ફકત
તોય પણ ઈર્ષ્યા થતી સંવાદને

ડૉ. જગદીપભાઈ નાણાવટી

1 Comment

  1. શૂન્ય વિશે સહજ રીતે ,આટલું સુંદર કવન પ્રથમવાર વાંચવાનો લાભ કવિલોકમાં મળ્યો.
    અનેક સવાલોના જવાબ કોણ શોધી શકશે?આપણેજ શૂન્ય થઈ ગયા ભાઈ.
    ધન્યવાદ શ્રી રમેશભાઈને.
    વિતલ પટેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s