જય મહાશિવરાત – ડૉ. ગુરુદત્ત ઠક્કર

જય મહાશિવરાત:

ગઝલની ભાંગ પીને તું સદાયે મસ્તીમાં રહેજે,
ફકીરી ધડકનોમાં ને,  હિમાલય શ્વાસમાં ભરજે।
સંબંધોના સમુદ્ર-મંથન સતત જે વિષ અર્કે છે,
ધરીને  ગર્દને  એને  જરા નીલકંઠ   થઈ જાજે॥

ડૉ. ગુરુદત્ત ઠક્કર

a practising Radiologist/part-time teacher in a medical college with a passion for indian music (learning classical vocal) and love for literature-especially Gujarati. 

ગુજરાતી વેબ-જગતમાં ઠકકર ફેમિલીનો  બ્લોગ  નિતનવશબ્દ… http://www.neetnavshabda.blogspot.com/   A webmagazine for you to revive, share & enjoy beauty of Gujarati & Hindi poetry and gazals..  કવિશ્રી કૃષ્ણ દવેની  શિક્ષણવાણી   (આ સઘળાં ફૂલોને કહી દો,યુનિફોર્મમાં આવે, પતંગિયાંને પણ કહી દો સાથે દફ્તર લાવે।           મનફાવે ત્યાં માછલીઓએ આમ નહીં તરવાનું,  સ્વીમિંગપુલના સઘળાં નિયમોનું પાલન કરવાનું।… ) કવિતા આપ એમના બ્લોગ અચૂક માણશો. 

Advertisements

2 Comments

 1. મહાદેવજી અંગે ભસ્મ લગાવી અક્ષર અને ક્ષરના ભેદ બતાવે છે.ભભૂતિ નાથનો સૂક્ષ્મ સદેશ ઝીલીએ.
  ભભૂતી
  રાખ રાખોડી ભસ્મ ભભૂત,નિર્મળ નામશેષ મહા લીલા
  તપતા તપતા સંસાર અગનમાં,પરખ્યા ભેદ ભરમ ભાવિના

  રાખ તારા લાખ સવાયા, મૂલ મોંઘેરા આજ દીઠા
  શિવ અંગે ભભૂત થઈ દિવ્ય સત્સંગ તમે કંઈ કીધા

  માયા મૂકિ રાખ જ થાતા ભૂપતિ જતી સતિ અવતારી
  સંગ ના આવે સગપણ અમારા દેખી તારી ભભૂતિ

  યગ્યન વેદી સ્મશાન ઘાટ કે હોય ઘર ચૂલાની રાખોડી
  સંદેશ દેતી સકળ સંસારે,પંચભૂતોની સર્જન વિલયની જોડી

  વૃક્ષો બની ખનીજ ખડકને ભળભળ ભડકે બળતા
  મૂઠીભર રાખોડી બનીને પથપથ પવને ઉડતા

  રુપ રુપૈયા મહેલ મહેલાતો ને કુદરત કરિશ્મા અનંત અનંતા
  ભસ્મ રુપે વિલિન થાતા જ્યાંથી ઉદભવી વિધાતાની ગાથા

  આજ રાખની જાણી મહાશાખ વિધ વિધ ઉપભોગે ભંડારી
  રાખ રુપાંતરે બની સિમેન્ટને નગરે નવનિર્માણની કેડી કંડારી

  સૂક્ષ્મ ભેદ તત્ત્વોનાં ખોલ્યાં, રાખની શક્તિ આજ પિછાણી
  રાખ નથી કંઈ અંત, નવ સર્જનની દેવી જાણી

  શિવજી મહિમા
  વહે ગંગની ધાર, ચમકે બીજનો ચંદ્ર જટાએ
  ફણિધર દે નાગચૂડ , અંગે ભસ્મ ભભૂતિ દમકે
  પિનાકીન પાશુપતિ,તાંડવ નર્તક,હળાહળનો હરનાર
  ગણેશ કાર્તિકેય પુત્રસહ માત પાર્વતી શોભે તમ દરબાર
  ત્રિશૂળ ધારી, ત્રિલોચન,મૃત્યુન્જય મહાદેવ તું દાતાર
  નમીએ તુજને, તુજ કૃપાથી પામીએ કૈલાશ દ્વાર

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s