એક ગીત – ધ્રુવ ભટ્ટ (Dhruv Bhatt)

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ,
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ.

તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે.
અને ઉપરથી કુદરતની રહેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી.

સૂરજ તો ઊગે ને આથમીએ જાય મારી ઉપર આકાશ એમનેમ છે.
અને ઉપરથી કુદરતની રહેમ છે.

ધ્રુવ ભટ્ટ

શાંત તોમાર છંદ માંથી સાભાર
(ચિંતન, પ્રાર્થના, ભજન, ધૂન અને પ્રેરક સામગ્રીનો સંચય)
પ્રકાશક:
વનરાજ પટેલ
મીડિયા પબ્લિકેશન
103, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ
ફોન : 0285-2650505
E-mail: media.publications@gmail.com

Advertisements

6 Comments

  1. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
    આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

    Hallo,

    I am really happy to sea my favourit writer/ poet’s poem on this site. I would like to read more such poems. I am also searching contect address of Shri Dhruv Bhatt.

    Will u help me?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s