ગીતાંજલિ (રવીન્દ્રનાથ ઠાકુર) ભાવાનુવાદ – ધૂમકેતુ

જો તું નહિ બોલે, તો હું મારા હ્રદયને તારા મૌનથી ભરી દઈશ, અને સહન થાય તે કરીશ. તારાંકિત રાત્રિ પોતાનું મસ્તક નમાવીને જેમ શાંત રાહ જોતી બેઠી હોય, તેમ હું શાંત બેસીને તારી રાહ જોઈશ.

પ્રભાત ચોક્કસ આવશે.

અંધારું અદ્રશ્ય થશે અને આકાશને ભેદીને તારો અવાજ, સોનેરી કિરણોમાં અવશ્ય આવશે જ આવશે.

ત્યારે મારાં પંખીઓના દરેકેદરેક માળામાંથી ઊઠતાં ગીતોમાં તારા શબ્દો પાંખ બનીને ઉડ્ડયન આપશે. અને તારા જ સંગીતસ્વરો, મારી વનકુંજનાં પુષ્પો બનીને ખીલી નીકળશે.

ભાવાનુવાદક- ધૂમકેતુ

રવીન્દ્રનાથ ઠાકુરકૃત ગીતાંજલિ (ભાવાનુવાદ: ધૂમકેતુ) માંથી સાભાર
ગૂર્જર પ્રકાશન
રતનપોળ નાકા સામે – ગાંધી માર્ગ, અમદાવાદ- 380001

Advertisements

1 Comment

  1. ‘ ત્યારે મારાં પંખીઓના દરેકેદરેક માળામાંથી ઊઠતાં ગીતોમાં તારા શબ્દો પાંખ બનીને ઉડ્ડયન આપશે. અને તારા જ સંગીતસ્વરો, મારી વનકુંજનાં પુષ્પો બનીને ખીલી નીકળશે.’
    કેટલું સુંદર
    ક્રમે ક્રમે આખું પુસ્તક આપવા વિનંતી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s