સપનું કે સપનાનો ભ્રમ – યોગેશ પંડ્યા (Yogesh Pandya)

સપનું કે સપનાનો ભ્રમ

મારી કુંવારી આંખોના સમ મારા સાયબા
અંગઅંગ મળવાને આડે છે ચાર માસ,
અથરો ના થા જરા ખમ મારા સાયબા.
મારી કુંવારી આંખોના સમ…

કુંવારા કાંડાનું વેણ રાખ સાજણ તું કુંવારું કાંડું મચકોડ મા,
કુંવારી વેદનાનું ભાન તને હોય નહીં, નજરુંને નજરુંથી જોડ મા.
અરે! આટલી ઉતાવળ ન હોય જરા થમ…
મારી કુંવારી આંખોના સમ…

આંગણમાં ઊભેલા વડલાનાં પાન રોજ એકએક ખરતાં રે જાય છે,
એમ્મ એમ્મ આપણી વચાળે આ ઊભેલી, પાનખર ટૂંકાતી જાય છે
પછી ભીની કૂંપળની પથરાશે જાજમ…
મારી કુંવારી આંખોના સમ…

મધરાતે ખોરડાની પાછલી પછીતમાંથી સપનાં ચોરપગે આવતાં,
સાજણનું રૂપ લઈ ચોરીછૂપીથી મારાં અંગો પર વ્હાલપ ભભરાવતાં,
આંખ ઊઘડી તો ઓરડામાં છલકાતો ભ્રમ…
મારી કુંવારી આંખોના સમ…

યોગેશ પંડ્યા

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s